________________
૨૨૯ ]
સાધિરાજ સંભળાવે છે. રાજા સાધુ ભગવંતને પૂછે છે કે, ક્યાં કર્મના ઉદયે મેં આ કલાવતીના કર છેદાવ્યા તે આપ મને ફરમાવે ! મુનિ ભગવંત અતિન્દ્રિય જ્ઞાનના ધણી હેવાથી પૂર્વે આપણે આ કથામાં વર્ણવી ગયા તેમ આખું પૂર્વ ભવ બનેને કહી સંભળાવે છે. રાજા ભવાંતરમાં પિપટના ભાવમાં હતા અને રાણી સુચના રાજકુમારી હતી તે બધું આપણે વિસ્તારથી વર્ણવી ગયા છીએ.
કમના વિપાક કેવા હોય છે તે આ કથાનક પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે. માનવી કર્મના વિપાક સમજે તે પાપથી જરૂર વિરામ પામે અને પાપથી વિરામ પામે તે ભવભવમાં આરામ પામે. વિપાકની વાત સાંભળતા વિરાગ્ય અને દીક્ષા.
પૂર્વભવની વાત સાંભળીને રાજા ને રાણી બનેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને પોતાના પૂર્વભવને જ્ઞાનીના વચનાનુસાર ‘તહત્તિ” કહીને સહે છે. કર્મના વિપાકની વાત સાંભળીને રાજા ને રાણી બન્ને વૈરાગ્ય પામે છે. અને નિર્મળ ભાવે અને ચારિત્ર અંગીકાર કરે છે. તપ, જપ અને ધ્યાનના બળે દેવકે જાય છે અને અમુક ભવ કરીને મોક્ષે જશે અને તેને પતિ શંખરાજા પણ અમુક ભવ કરી મેક્ષે જશે.