________________
અધન-મુક્તિ
[ ૨૪:
મહારાણીને બંને હાથ જેવા સાંપવા જતા હતા કે, એરખા પર કલાવતીના અને ભાઇના નામ વાંચ્યા. જયસેન અને વિજયસેન એવા અક્ષરો સ્પષ્ટ બેરખામાં લખાયેલા હતા. રાજા નામ વાંચતા જ તત્કાળ મૂઝાઈ ગયા, અને રાજા. મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડયેા. સેવકોએ શીતળ વાયરાથી રાજાને સજ્જ કર્યાં ત્યાં રાજા પાકે પાક મૂકીને રાવા લાગ્યા. રાજા વિલાપ કરવા લાગ્યા કે, આ મને કેવી દુર્બુદ્ધિ સુઝી ? મે' આ તદ્દન નિર્દોષ નારીને કેવા ઘાર અન્યાય કર્યાં ? હવે મારે જીવવુ શા કામનું છે ? રાજ-રમણી બધું હવે મારા માટે નકામું છે.
રાજા ચઢનના કાષ્ટની ચિત્તા તૈયાર કરાવે છે. અને. સતી કલાવતીને ઘાર અન્યાય કર્યા તે પાપની શુદ્ધિ માટે અગ્નિમાં બળી મરવા તૈયાર થઈ જાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન રાજાને કહે છે, રાજન ! એકદમ આવું દુઃસાહસ કરવા જેવુ' નથી. મને એક મહીનાની મુદ્દત આપે. હું શોધ ચલાવીને એક મડીનામાં ગમે ત્યાંથી મહાસતી કલાવતી આપને મેળવી આપીશ. પ્રધાનની હિંમત પરથી રાજાને. આશ્વાસન મળે છે, અને મૃત્યુને માગેથી રાજા તરતને માટે પાછા વળી જાય છે.
લાવતીની હૃદય વેદના
આ માજી કલાવતીને કર છેઢાવવાથી એકદમ વેદના ઉપડે છે. તીવ્ર વેદનાને લીધે ત્યાંને ત્યાં તેને પ્રસૂતિ થઈ થઈ જાય છે. તેજસ્વી પુત્રને જન્મ આપે છે. જગતમાં શીયળના મહિમા અપર’પાર છે. શીયળના પ્રભાવે વિપત્તિ