________________
૨૦૫ ]
રસાધિરાજ બંધને પંથ છે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષને પંથ છે. જીવ જો નિજભાવમાં હોય તો કર્મની તાકાત શી છે કે જીવને હંફાવી શકે ? કમ ગમે તેટલા બળવાન હોય તો પણ જડ છે, અને આત્મા ચેતન છે. પણ માલિક પોતે જ ઉંઘતો હેય તો તેના ઘરમાં લુંટ ચાલવાની જ છે. પ્રમાદને વશ થઈને જીવ પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠો છે. અને કર્મની પરાધીનતામાં પરવશપણે જીવ અનેક કષ્ટોને વેઠી રહ્યો છે. જેમાં પૂ. ચિદાનંદજી મહારાજ લખે છે કે, પ્રમાદી તું હોય પિયારે પરવશતા દુઃખ પાવે, ગયા રાજ પુરૂષાર્થ સે તી, ફિર પાછા ઘર આવે,
અવધુ ખોલી નયન અબ જોવો. પ્રમાદને વશ પડીને જીવે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. છતાં જીવ પ્રમાદને ત્યાગ કરી પુરૂષાર્થને માગે વળે તે હાથમાંથી ગયેલું સામ્રાજય ફરી પાછું જરૂર પિતાના હાથમાં આવે. પિતાની અંદરની અખૂટ શાન્તિ અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એજ જીવનું ખરું સામ્રાજ્ય છે. એને જીવ એકવાર પામી જાય તે આ જીવ પણ ત્રણ ભુવનને બાદશાહ છે. એ સામ્રાજ્યની આગળ ષટખંડનું સામ્રાજ્ય સડેલા તણખલા સમાન છે. પૂ. ચિદાનંદજી મહારાજ ફરમાવે
“વા૨ અનંત ચૂકિયા ચેતન, ઈશુ અવસર મત ચૂક, માર નિશાન મેહ રાય કી, છાતી મેં મત ઊક
. હે ! ચેતન, તું અસંતીવાર ચેતન થઈને સૂકો પણ