________________
ભૂલા પડેલા યાત્રી
[ ૧૮૬
માર્ગ ક્રૂખી મુનિવરા રે, વઢ દેઈ
ઉપયોગ,
પૂછે કેમ ભટકા કહાં રે, મુનિ કહે સાથે વિજોગ રે, પ્રાણી ધરિયે સમકિત ગ
આ
આ ગાથાઓમાં પણ કેટલીબધી ભાવવાહિતા છે ! અને ગાથાઓમાંથી પહેલી ગાથાના ભાવાતા આપણે વિસ્તારથી વર્ણવી ગયા છીએ. બીજી ગાથાનાં ભાવામાં દૂરથી મુનિ ભગવાને આવતા જોઈને નયસારને મનમાં ખૂબજ આનંદ થઈ જાય છે. અને નયસાર મુનિઓને અમુક ડગલાં સામે જઇને ભાવથી વંદના કરે છે અને પૂછે છે. ભગવાન ! હું આપ જેવા કોઈ અતિથિના આગમનની રાહ જોઇ રહ્યો છુ. પણ આપને પૂછવાનું મન થઇ જાય છે કે,. આપ આવા ભયકર જંગલમાં કેમ ભમી રહ્યા છે ? આ જંગલ એટલુ બધુ ભયકર છે અને હિંસક પ્રાણીઓને આ જંગલમાં એટલા બધા ભય છે કે, શસ્ત્રધારી મનુષ્ય પણ આ જંગલમાં એકાકી પર્યટન કરી શકતા નથી. પ્રત્યુત્તરમાં મુનિ ભગવતા કહે છે કે, અમે કોઇ એક ગામથી સાવાહની સાથે નિકળ્યા હતા. રસ્તામાં ગામ આવતા અમે ભિક્ષા નિમિત્તે ગામમાં ગયા. એટલામાં સા અમારાથી ખૂબ આગળ નિકળી ગયા, અને અમે ગામમાંથી નિર્દેર્દોષ ભિક્ષા પણ ન પામ્યા અને રસ્તામાં ભુલા એવા પડયા કે, ભમતા ભમતા આ અટવીમાં આવી પહેાંચ્યા છીએ.
આ વાત સાંભળીને નયસાર પેલા સા ઉપર ફિટકાર વરસાવે છે અને કહે છે કે, આ સાથે કેવા વિશ્વાસઘાતી