________________
૧૬૭ ]
રસાધિરાજ મર્યો અનંતવા૨ બિન સમયે,
અબ સુખ દુ:ખ 'વિસરેગે આનંદઘન નિપટ નિકટ અક્ષર દો,
નહીં સમરે સે મરશે, અબ હમ અમર ભયે ન મરેંગે,
યા કારણ મિથ્યાત્વ દિ તજ.
કયું કર દેહ ધરેંગે...અબહમ, વસ્તુસ્વરૂપને જીવ સમજ્યો નહીં તેમાં જીવને અનંતીવાર મરવું પડ્યું છે. અને અનંતીવાર જન્મવું પડ્યું છે. દુઃખના ઘણાં પ્રકાર છે, પણ જન્મ-મરણ જેવું બીજું એકેયે દુઃખ નથી, એ દુઃખ માથે ઉભું છે ત્યાં સુધી જીવ પુન્યના ઉદયે કદાચ સમ્રાટ ચક્રવર્તિ બની જાય, છતાં નિર્ભય નથી. જીવની માથે જે ભવને ફેરે છે તે જ મોટામાં મોટો ભય છે. જીવ મિથ્યાત્વને પરિત્યાગ કરીને સમ્યકત્વને પામે તે જરૂર એ ફેરાને અંત આવે. આનંદઘનજી ફરમાવે છે કે, અમે અમર થઈ ગયા, અમે મરવાના નથી. શંકાકાર શંકા ઉઠાવીને પૂછે છે કે, એવું તે તમે શું કરી નાખ્યું કે, અમર થઈ ગયા ! પ્રત્યુત્તરમાં કહે છે કે, અમે કંઈ એવું કર્યું નથી. ફક્ત એક મિથ્યાત્વને ત્યાગ કર્યો છે અને દ્રષ્ટિને સમ્મક બનાવી છે. મિથ્યાત્વનું જે કાતિલ ઝેર હતું તેને અમે વમી નાંખ્યું છે. તેથી જ અમે પડકાર કરીને કહીએ છીએ કે, અમે હવે મરવાના નથી. જીવ જે જન્મતે હતે. અને મરતે હતું તેનું મૂળ કારણ મિથ્યાત્વ હતું. તેને અમે પરિત્યાગ કરી દીધું છે. સાચી માન્યતા તેજ સમક્તિ છે. અને વિપરિત માન્યતા તે જ મિથ્યાત્વ છે. સાચામાં