________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૫૪
એક પળમાં પ્રાણ ઉડી જાય છે. માટે જે મનુષ્યને મનુષ્ય ભવમાં આવીને આત્મહિત સાધી લેવું હોય તે મનુષ્યોએ પ્રમાદને પહેલાં ત્યાગ કરે જોઈએ. આયુષ્યકર્મ સિવાયની સાત કર્મ પ્રકૃતિએને બંધ જીવને પ્રતિસમયે પડે છે માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુએ ફરમાવેલા. ઉપદેશ પ્રમાણે જીવે એક પળને પણ પ્રમાદ નહીં કરે. જોઈએ. ગૌતમ સ્વામી જેવા મહાપુરૂષને ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રનાં દશમાં અધ્યયનમાં ફરમાવ્યું છે કે ગૌતમ. આ મનુષ્યભવ ફરી ફરીને મળવો અતિ દુર્લભ છે માટે આત્મહિત સાધી લેવું હોય તે, ગૌતમ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં આવા મહાન અપ્રમત્ત યેગીન્દ્રને ભગવાને પ્રમાદનાં ત્યાગને ઉપદેશ કર્યો છે તે આપણે તે પ્રમાદનાં પિટલાં કહેવાઈએ તે આપણા જેવા માટે તે. આવા ઉપદેશની અત્યંત જરૂર છે. જીવ પ્રતિ સમયે પિતામાં સાવધ નહીં રહે તે તેનાં ઘરમાં લુંટ ચાલુજ રહેવાની છે અને તેનું આત્મિક ધન લુંટાઈ જવાનું છે. કારણ કે, પ્રતિ સમયે જીવને બંધ પડે છે. જીવ પ્રતિસમયે. પિતામાં સાવધ બની અંદરનાં અધ્યવસાય સારા રાખે તે બંધ પરંપરા એની મેળે અટકી જાય. પછી બંધ પડે પણ ઈપથિક બંધ પડે. સાંપરાયિક ન પડે તે તેથી જીવને ગભરાવાનું કોઈ કારણ નથી. કષાયુક્ત પરિણામથી સાંપરાયિક બંધ પડે છે અને કેવળ ગની પ્રવૃત્તિથી ઈર્યાપથિક બંધ પડે તે તે બળી ગએલી સિંદરી જેવું હેય. અનંત શકિતના ધણું આત્માને તેવા બંધને તેડતાં વાર કેટલી લાગે ?