________________
૧ર૯ ]
રાધિરાજ
ચિલાતીને મુનિ ભગવંતે સંક્ષેપમાં સમજાવેલું
ધમ નું રહસ્ય ! એક હાથમાં તલવાર અને બીજા હાથમાં સુષમાનું ધડથી જુદું કરેલું, લેહી નિંગળતું મસ્તક લઈને ચિલાતી ભર જંગલમાં આવી પહોંચ્યા. રસ્તે ભૂલી જવાને કારણે તે જંગલમાં ચોમેર ભમી રહ્યો છે. સુનાં વેરાન જેવાં પ્રદેશમાં તે ભૂખ્યાને તરસ્યા આમ-તેમ ભટકવા લાગે. ત્યાં એટલામાં વૃક્ષની નીચે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા કઈ મહાત્મા પુરૂષને તેણે જોયા. તે મહાત્માને તેણે પડકાર કરીને કહ્યું કે, હે સાધુ! તું મને ધર્મ બતાવ, નહીં તે તારું મસ્તક પણ હમણાં તલવારના ઝાટકે ઉડાડી દઈશ. સાધુ પાસે આને ધર્મ સમજે છે, પણ શબ્દ પ્રયોગ તેણે કે કર્યો છે તેમાં તેણે જરાય વિવેક જાળવ્યું નથી. મુનિને પણ મનમાં થયું કે, આને ધર્મની જિજ્ઞાસા હોવા છતાં આવી રીતે ધર્મની માંગણું તે આજે જ સાંભળી છે. છતાં મુનિને થયું કે ગમે તેમ હોય પણ આટલીએ આણે જિજ્ઞાસા બતાવી છે, કેઈ વાર આવા અધર્મને રસ્તે ચડેલા જીવમાં પણ સત્સંગના ગે ક્ષણવારમાં પરિવર્તન આવી જાય છેએટલે મુનિ તેને સંક્ષેપમાં ધર્મ સમજાવી દે છે. કારણ કે, વિસ્તારથી ધર્મ કહેવાને તે અવસર નહોતે. ઉપશમ, વિવેક અને સંવર. આ ત્રણ શબ્દમાંજ ધર્મનું રહસ્ય કહીને મુનિ ત્યાંથી આકાશને માર્ગે સંચરી જાય છે. તે મુનિ આકાશગામિની લબ્ધિવાળા ચારણશ્રમણમુનિ હતા, એટલે તે તેને ફક્ત ત્રણજ શબ્દોમાં ધર્મનું સમગ્ર સ્વરૂપ કહીને