________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૨૦
બદલાઈ જાય છે. માટે શંકરાચાર્યજીને લખવું પડયું
क्षणमपि सज्जनसंगतिरेका ।
भवति भवार्णवतरणे नाका ।। એક ક્ષણની પણ જે સંતની સંગની છે તે ભવસાગર પાર કરી ( જવા માટે નૌકા સમાન છે.
સત્સંગના પ્રભાવે એક લુંટારે મહર્ષિ બન્યો !
વાલિયે ભીલ જંગલમાં લુંટ ચલાવનારે મોટો લુંટારો હતે. જે કઈ જંગલના રસ્તેથી પસાર થાય તેને તે લુંટી લેતે હતે. એક વાર નારદઋષિ એ રસ્તેથી પસાર થાય છે, તેમને લુંટવા તે આગળ આવે છે, અને નારદઋષિને કહે છે કે, જે કાંઈ તમારી પાસે હોય તે અહિં મૂકી દો, પછી આગળ જ્યાં જવું હોય ત્યાં જવાનું છે. નારદજી કહે છે કે, મારી પાસે, કમંડળ કે ભગવાં વચ્ચે સિવાય કાંઈ છે નહીં. વળી તને આ ચીજ કેઈ ઉપયોગમાં આવે તેવી નથી. છતાં તે કહે છે, જે હોય તે મૂકી દે. નારદજી કહે છે, તું સાધુ-સંતને પણ લુંટી લે છે તે આવા કર્મો બાધીને તું છુટીશ કયાં ભવે ? કરેલાં કર્મ તે તારે ભેગવવા પડવાના છે, અને સૌને ભેગવવા પડે છે. તું કેનાં ભરેસે આ જોખમ ખેડી રહ્યો છે? તું ધ્યાન રાખજે તારી માથે ભય વધતું જાય છે. નારદજીનાં આ વચન સાંભળીને પેલે લુંટારે કહે છે, મહારાજ ! હું જે આ