________________
===
=
૯૩ ]
રાધિરાજ આલંબનની જરૂર રહેવાની જ છે. તદ્દન નિરાલંબન દશા તે તેરમે ગુણઠાણે છે. જ્યારે આ કાળમાં છઠ્ઠા સાતમાથી આગળનું ગુણઠાણુ તે છે જ નહીં. જીવ શુભમાં નહીં જોડાય તે અશુભમાં તે પડવાને જ છે. જિનેન્દ્ર પૂજા એ મહાન શુભ કરણી હોવાથી ગૃહસ્થો માટે તે મુખ્ય કર્તવ્યરૂપ છે ત્યારબાદ ગુરૂઓની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ–તપ અને દાન એ ગૃહસ્થ માટેનાં ષટ કર્તવ્ય અહનિશ આચરવા.
ગ્ય છે. ગૃહસ્થ મોટે ભાગે આરંભ-સમારંભમાં પડેલાં હેય છે. તેઓ માટે તે આ શુભ કર્તવ્ય અવશ્ય કરવા રોગ્ય છે. આવા શુભ કર્તવ્યમાં અને સામાયિક પ્રતિક્રમણદિમાં ગૃહસ્થને જેટલે વખત પસાર થાય તે જ તેમનાં માટે લેખે છે. સામાયિકમાં રહેલાં શ્રાવકને જ્ઞાનીએ શ્રમણ તુલ્ય કહ્યો છે. અને એટલાં માટે શ્રાવકેએ પુનઃ પુનઃ. સામાયિક કરવી જોઈએ શ્રાવકોને તેવા શુભાનુષ્ઠાને માં જેટલે કાળ પસાર થાય તે જ સફળ છે. શુભ પ્રવૃતિમાં રહેનાર ઉત્તરોત્તર ઉર્ધ્વગતિને પામે છે અને પરંપરાએ એક્ષપદને. પણ પ્રાપ્ત કરે છે, જયારે અશુભમાં પડેલાં આત્માઓ વિકાસને સાધી શકતા નથી. નીચ કર્મ કરનારા નીચે ને નીચે ઉતરતા જાય છે અને આખર નરક નિગદનાં અધિકારી બને છે. માટે જિન-પૂજાદિ શુભ કરણી શ્રાવકને અવશ્યમેવ કરણીય છે.
દરેક મુમુક્ષુ આમાંથી એગ્ય પ્રેરણા મેળવી નિજ આત્મહિત સાધે એજ એક અભિલાષા રાખવા સાથે ઉત્તરાર્ધ પુરૂ કરવામાં આવે છે.