________________
રસાધિરાજ ભગવાન મુનિસુવ્રત સ્વામિએ કરેલાં નિર્દેશ મુજબ ક્ષે સિધાવ્યા અને છેલ્લે આચાર્ય પિતે નિયાણું બાંધતા વિરાધક થઈ ભુવનપતિ નિકાયમાં અગ્નિકુમાર દેવ થયાં. ભગવાને જે ભાખ્યું હતું તે તદ્દન સાચું પડ્યું. ભગવાને બંધક સૂરિજીને સ્પષ્ટ કહ્યું હતું કે, તમારા સિવાય બધા આરાધક થશે અને તેમજ બન્યું
જીવ તે શરીરથી ભિન્ન છે,
ધરશે નહીં દુખ સંત રે.” આખરી નિજામણું પામી સૌ અંતકૃત કેવળી થઈને મેક્ષે ગયા. પણ નિજામણ કરાવનાર પતે રહી ગયા. છેલ્લે આવેશ આવી ગયો, એટલે બંધક આચાર્ય આરાધક ભાવને ન પામી શક્યા, અને નિયાણું કર્યું એટલે વર્ષોનાં તપ-સંયમનાં ફળને હારી બેઠાં. જો કે એ બનાવજ એવે હતું કે, ભલભલાના મન પર કાબુ ન રહે. છતાં કાબુ રાખનાર કેવલજ્ઞાનને પામ્યા અને જરાક કાબુ ઈનાંખનાર વિરાધક ભાવને પામ્યા. સત્ય ઘટનાની જાણ થતાં રાણીને લાગેલ
તીવ્ર આઘાત ! આટલી ઘટના બની ગઈ છતાં બંધક આચાર્યના સગાં બહેન પુરંદરયશા કે જે રાજ્યનાં મહારાણું છે તેને કશી ખબર પડી નથી. ત્યાં એટલામાં બંધક આચાર્યને એ કે જે લેહીથી ખરડાએલે હેવાથી કઈ પક્ષિણીએ ચાંચમાં હરી લીધેલે અને તે આકાશને માર્ગેથી પસાર થઈ રહી