________________
રસાધિરાજ
| [ ૮૨ જાળમાં રાજા બરોબરને સપડાઈ ગયે. પાલકને જાળ પણ કેવી બિછાવતા આવડી? રાજા જે રાજા તેને ભેગ બની ગયે. ક્રોધ અને માન-ક્ષાયને પ્રભાવ તરત જ શરીર પર દેખાઈ આવે છે. જ્યારે માયા અને લોભ પિતાને પ્રભાવ મન પર પાડનાર છે. માયાવી અને લોભી મેઢાનાં બહુ મીઠાં હોય છે, પણ દિલનાં તેવાજ જુઠાં હોય છે. ક્રોધી અને માની દિમાગ ઈ નાંખે છે.
જ્યારે માયાવી અને લેભી દિલવેચી નાંખે છે. ગરીબને પણ રહેંસી નાંખ હોય તે માયાવી કે લોભીને તેની દયા ન આવે, કારણ કે તેની દિલની દુનિયામાં જ દેવતા મૂકાઈ ગયો હોય છે, જ્યારે કોંધી આવેશમાં ને આવેશમાં શું કરી નાંખે તેની ખબર તેને પોતાને પણુ પંડે નહીં કારણ કે તે ટાઈમે તેનો દિમાગ જ ઠેકાણે હેતો નથી. પછી પાછળથી આવેશ ઉતરી ગયા પછી તેને પોતાની સ્થિતિનું ભાન આવે,
પારકી આંખે જોનારા દેડકરાજાએ ક્રોધમાં ને ક્રોધમાં પૂર્વાપર વિચાર કર્યા વિના જ પાલકને આજ્ઞા ફરમાવી દીધી કે, તને ઠીક લાગે તે સજા આ સાધુઓને કરજે. હવે ફરી વાર મને તે વિષે પૂછવું જ નહીં. તે આ પાખંડી બંધકની પિલ ઠીક જાણી લીધી, નહિં તે મને કંઈ ખબર પડત નહીં, કારણ કે, હું તે તમારાથી જ ચક્ષુવાળ છું. બસ! આનું નામ રાજાવાજા ને વાંદરા! તેને ભરેસા હેય નહીં. આપણે આગળ કહી ગયાં કે, રાજાઓ માટે ભાગે પારકી આંખે જ જોનારા હોય છે.