________________
૭
]
રસધરાજ
ગરજ મટીને વૈદ્ય વેરી
રાગ એ ચિકાશવાળી વસ્તુ છે, પછી તે નેહરાગ હોય કે કામરાગ હોય. જે જેમાં ચિકાસ હેય તે તેને પિલાવવું પડે છે, દાખલા તરીકે, તલમાં ચિકાસ છે તે તલને પિલાવવું પડે છે. શિંગદાણામાં ચિકાસ હોય છે તે તેને પણ મીલમાં કે ઘાણુમાં પિલાવવું પડે છે, તેમ રાગની ચિકાસવાળા ને પણ ચાર ગતિ રૂપ સંસારના દુ:ખરૂપી ઘાણામાં પિલાવવું પડે છે. જીવ અનાદિથી દુઃખને ભાર ખમતો આવ્યો છે તે રાગને લીધેજ, રાગદશાને લીધે જીવ સગાં-સંબંધીઓને પિતાના માનીને વળગવા જાય છે. પણ તે સંબંધીઓ સ્વાર્થ હોય ત્યાં સુધી વળગેલાં રહે છે. પણ જે સ્વાર્થ સધાઈ જાય કે, સૌ અળગા એવા થઈ જાય છે કે, જાણે કેઈપણ પ્રકારને તેની સાથે સંબંધ હતું જ નહીં અને પછી જીવ એવો અકળાઈ ઉઠે છે કે, જાણે ઉપર આભ ને નીચે ધરતી, જેવું થઈ જાય છે. પણ પહેલેથી જ જીવ જ જલમાં કમલ રહે તેમ સગાં-સંબંધીઓમાં નિર્લેપ રહ્યો હોત તે તેને અકળાવાનો વખત આવત નહીં ! માટે રાગ-દ્વેષના સંસ્કાર આત્મામાં બહુ પિોષવા જેવા નથી. સંસારનું સ્વાર્થમય સ્વરૂપ જાણીને જીવે સગાં-સંબંધીઓમાં વધારે પડતું મમત્વ રાખવા જેવું નથી. સમત્વભાવમાં રહી સ્વઆત્માનું સાધી લેનાર જ મનુષ્ય ભવના વાસ્તવિક ફળને પામી શકે છે.