________________
રમી શબનું પતન એસજા અનેક જાતના કુસંસ્કાર-કુવાસનાઓ-કુવૃત્તિઓ અંદર ભરી પડી છે, જાણે આત્મા એનું એક સંગ્રહસ્થાન!
નવ વાડ શા માટે?
કુવાસનાઓના સંગ્રહસ્થાનના હિસાબે જ જ્ઞાની ભગવતે એને પ્રગટ કરનારા સાથે અને નિમિત્તોથી આપણને દૂર રહેવાને ઉપદેશ કરે છે. શીલવાનને નવ વાડ શા માટે પાળવાની? આજ કારણે, કે જે એ વાડને ભંગ કર્યો, તે અંદરની પિશાચી વાસના ઉત્તેજિત થતાં વાર નહિ લાગે. આજનાં સહશિક્ષણ, આજની સ્ત્રીઓની વેશભૂષા, આજના બિભત્સ ચિત્ર અને ચિત્રપટ વગેરેના અનર્થ કેટલા બધા વધી ગયા છે ! હજીય સારું છે કે સુશીલ બાઈએ એના મોભા-મર્યાદામાં રહે છે; બાકી એ જે ભાન ભૂલી કુશીલ થાય, તે આદમીને શા ગજા હતા કે બચી શકે? શું શીલ પાળી શકે? સંગો સારા હોય, નિમિત્ત ઉમદા હોય વાતાવરણ પવિત્ર હોય, ત્યાં અંદરની પાશવી વાસનાઓ દળેલી રહે છે. એ સંગાદિ નરસા થતાં ભલભલા માણસ સારામાંથી ખરાબ થતાં વાર નહિ.
આજ એક વખતના દેશસેવક ગણાતા સત્તાની ખુરશીનું નિમિત્ત મળતાં કેવા અર્થલાલચુ, લાંચિયા, નિષ્ફર અને ચાર બન્યા છે ! શું એમ જ એવા બની ગયા? ના, અંતરમાં એની છૂપી વાસનાઓ પડેલી જ હતી તે સંચાગ મળતાં પ્રગટ થઈ ગઈ.