________________
રમીનું નામ બોલે છે ત્યાં જ એકાએક સિપાઈ દેડિતે આવી દુશ્મનનું લશ્કર ઘુસી આવી ઠેઠ રાજમહેલ પાસે આવવાની તૈયારીના સમાચાર આપે છે. ખાવાનું ઠેકાણે પડવું ને રાજા ગભરાઈ જઈ ગુપ્ત સુરંગમાં ચાલ્યો ગયો. '
રાજકુમારે વ્યભિચારને પ્રભાવ જોઈ હવે બ્રહ્મચર્યને પ્રભાવ જેવા માટે ત્યાંથી બહાર નીકળતાં સંકલ્પ કરે છે કે મારા બ્રહ્મચર્યને પ્રભાવ હેય તે દુશ્મનના શસ્ત્ર મને કશું ન કરે.' એ કરીને જ્યાં બહાર નીકળે છે ત્યાં જ શત્રુભટો માર મારો' કરતાં શસ્ત્ર ઉગામી સામે આવવા ધસે છે, પણ શસ્ત્ર સાથે ખંભિત થઈ જાય છે. આવો બ્રહ્મચર્યને સાક્ષાત પ્રભાવ જતાં કુમારને દિલમાં એવા શુભ ભાવ ઊછળે છે કે જેથી જ્ઞાનાવરણ કમેને નાશ થતાં એને દિવ્ય અવધિજ્ઞાન પ્રગટ થઈ જાય છે, અને એમાં જે નિહાળે છે એથી એ મૂછિત થઈ જાથ છે.
હવે આ ભા. ૨ ના પુસ્તકમાં આ કથા આગળ વધે છે. એમાં મી એક વાર સહેજ પતન પામેલી આગળ પર મહાન ચારિત્ર પાલન છતાં કેવું વિશેષ પતન પામે છે, ને એ પતનનાં દુઃખદ પ્રત્યાઘાત દી કાળ અનુભવ્યા પછી એનું કેવું ઉત્થાન થાય છે, એને રોચક અને બેધક અધિકાર વર્ણવવામાં આવે છે.
પહેલા ભાગની જેમ આ બીજા ભાગમાં પણ સ્થાને સ્થાને વિષયને વિશદ કરવા માટે તક–દલીલ-દષ્ટાન્ત મૂકવામાં આવ્યા છે, પ્રાસંગિક આત્મહિતકર વિષયની પણ દષ્ટાન સાથે ભવ્ય વિચારણા ચામાં આવી છે, દા. ત.