________________
રમી રાજાનું પતન. ભાસે છે! ભાસે જ ને? જન્મથી ન જોયાનું જોવા મળ્યું ! ન જાણ્યાનું જાણવા મળ્યું ! ન સાંભળ્યાનું સાંભળવા મળ્યું ! એ તત્વ–વસ્તુની કદર કરનાર છે એટલે એ તુચ્છકાર નથી થતું કે “આ પત્ની તે એક સ્ત્રી જાત, અબુઝ, ભેળી અને અનપઢ ! સ્ત્રીમાં વળી શી એવી વિશેષતા માનવી હતી ?” ના, જાતના પુરુષપણાનું અને વિદ્વત્તાનું અભિમાન નથી કે સ્ત્રીને તુચ્છકારી કાઢે, ને એમ વસ્તુતત્વનાં અવમૂલ્યાંકન નથી, પણ ઉલટું બહુ મૂલ્ય સમજે છે, એટલે તત્ત્વ પ્રકાશ કરનારી પત્ની પર ઓવારી જાય છે!
તત્ત્વ સ્વીકારવાનું પહેલું પગથીયું આ છે કે તન્ય પ્રકાશક વ્યક્તિ ઉપર અત્યંત બહુમાન થાય, હૈયું એના પર ઓવારી જાય ! તીર્થકર ભગવાનનાં વચન પર શ્રદ્ધા કરવી છે, તે ખુદ એ ભગવાન ઉપર અથાગ બહુમાન ઊભરાવું જોઈએ. એમ લાગે કે “અહે! આ મને કેવા અનન્ય આપ્ત હિતૈષી અને મારા આત્માને ઉદ્ધાર કરનારા મળ્યા !” એ અતિશય બહમાન જાગવા પર એમની આગળ બીજા કેઈ પણ અજ્ઞાન–મહમૂઢ માણસ વિસાતમાં ન લાગે. એમને પ્રેમ એટલે બધે ઉભરાય, કે એ પ્રેમ બીજે કયાંય ન રહે! નિકટના સગા-સ્નેહી શું કે લાખો-કરોડોનું ઝવેરાત શું, જે પ્રેમ-પ્રીતિ અને આદર –બહુમાન એના પર નહિ, એવી ઊછળતી પ્રેમ-પ્રીતિ અને ઊછળતું આદર-બહુમાન તીર્થકર ભગવાન પર જીવતું જાગતું રહે અને આ જે હોય, તે પછી એમની સેવાઉપાસના પાછળ તન-મન-ધનના કેવા ભેગ અપાય ?