________________
- ૩૦
રૂફમી રાજાનું પતન સગી માતાને પણ પિતાના દાનની હેશિયારી ન કહી એવી વાહવાહ લેવાનું ન ઈચ્છયું.
“નગરના મોટા શેઠિયાને શું વહેરાવતાં આવડે? મહારાજને મેં વહેરાવ્યું. આ કેઈ તુચ્છકાર, ઈર્ષા મનમાં ય ન ફરકી,
જાત ઘમંડની તે વાતેય શી? જ્યાં “મહારાજને આપ્યું એમ માનવાને બદલે “મહારાજે મને રાંકડાને સુકૃતની તક આપી એ જ કૃતજ્ઞભાવ-નમ્રભાવ યાદ કર્યાકરવાનું હોય, ત્યાં જાત ઘમંડ ઊભો જ શાને રહે?
ત્યારે દાનનાં ફળરૂપે પુણ્યના ચાની કે દુન્યવી શૈભવની તે ઈચ્છા ય થઈ નહિ.
દાન તે એટલા માટે કર્યું કે “સામે મહાત્મા છે, આ ઉત્તમ ખીર છે, પાસે પેટ છે, ઉત્તમ પણ ખીર મારા પાપી પેટમાં ગયે અધમ માટી થશે, અને મહાત્માના પાત્રે ચડયે પરમાન થશે.” વસ્તુને સદુપયોગ, સદ્ વિનિયોગ કરે એજ બુદ્ધિમાનનું જીવન, બુદ્ધિની બલિહારી! બસ, મહાત્મા તરફના આકર્ષણથી વસ્તુના સદુપયેગ અર્થે એણે દાન કર્યું અને એમાં રાચ્ચે--મા-ના, એ કે એની અનમેદના-ગુણને પાવર વધારતે જ ગયે, વધારતે જ ગયે.
શાલ મહાશાલ અને એમના નૂતન દીક્ષિત બે ભાણેજ, ચારે જણા ગુરુ ગૌતમસ્વામીજી સાથે મહાવીર પ્રભુની પાસે આવી રહ્યા છે. ચારે ય ને મનમાં ગુરુની અનુમોદના