________________
૪૫૨
રુકમી રાજાનું પતને તે શાથી? તમને લાગશે કે “બે સમાન દરદી એક જ જાતની દવા પીએ. તે જેમ બંનેને સરખી અસર થાય, એમ અહીં કેમ ન બને?' પણ ત્યાંય એ નિયમ નથી. એનું કારણ દરદ તે ઉપરથી સમાન દેખાય છે, તાવ છે. કે માથું દુઃખે છે. પરંતુ અંદરના કારણભૂત વાત-પિત્તકફની વિષમ વિચિત્રતારૂપદરદની પરિસ્થિતિ જુદી હોય ત્યાં દવાથી સરખી અસર શી રીતે થાય? તે અહીં પણ એજ તપાસવાનું છે કે સત્ શ્રવણની દવા કેવા વાંધાને લીધે. અસર નથી કરતી?
સત શ્રવણની અસર ન થવાનાં કારણે –
(૧) એક તે આ, કે ચિત્ત બીજે હોય, તે સાંભળેલું ગ્રહણ જ ન થાય, પછી એની અસર શી રીતે થાય?
(૨) બીજું આ, કે ચિત્ત તે સાંભળવા પર રાખ્યું પરંતુ એટલું જ કે એમાં કથાભાગ શે આવ્યો? સચોટ તર્ક-દલીલ શી આવી? અલંકારિક ભાષા કેવી આવી? મહારાજે એમાં તેની ખબર લઈ નાખી? ઈત્યાદિ પર જ ધ્યાન હોય તે કહેવાયેલ મુખ્ય જે ઉપદેશ–અંશ, એનું લક્ષ ન રહેવાથી અસર શી થાય?
(૩) વળી, માને ને કે ઉપદેશની વસ્તુ પર ધ્યાન રહ્યું પણ ખરું, કિન્તુ પહેલેથી નક્કી કરીને જ બેઠા હતા કે આપણે જ્યાં છીએ એનાથી આગળ વધાય એમ જ નથી, પછી ભલે ને લાખ સારું સાંભળવા મળે, એની અસર લેવાની વાત જ ક્યાં રહે?