________________
અને ઉત્થાન
૪૩૪ કેઈમાની લે કે “એમાં શું? મહાવ્રત પાલન અને આહારશુદ્ધિ-સમિતિ-તપ-ગુર્વાજ્ઞા વગેરે બરાબર આરાધવાનું કાર્ય અતિ દુષ્કર છે, કેમકે એમાં અનાદિના પાપરસિક, પાપમાં ટેવાયેલા, અને ઉખલ મનને અત્યંત કાબુમાં લેવું પડે છે. ગમે તેવા કષ્ટ–તકલીફ વિન્ન આવે એની લેશ પણ દરકાર કરવાની નહિ; અને આરાધનાના માગે એકસરખા ઝડપી પ્રયાણને ચાલુ જ રાખવાનું, અસ્મલિત ગતિએ આગળ ધપે જ જવાનું. આમાં પાંચે ય મહાવ્રત, ક્ષમા-નમ્રતાદિ ચાર ગુણે સંયમ-તપ વગેરે, ને પૃથ્વીકાયાદિ સમસ્ત જીની રક્ષા સાચવીને, તેમજ અજીવન પણ સગવડભર્યા પરિકમ યાને સંસ્કરણ-ઘાટગોઠવણ ટાળીને, આહારાદિ વેગ પર નિગ્રહ મૂકીને, ઈત્યાદિ પ્રકારે પાળવાના. એ અઢાર હજાર શીલાંગનું પાલન મહા દુષ્કર છે. જાણે ભુજાના બળે જ સમુદ્ર તરી જવાને ! પવનને કોથળામાં તેલવાને ! નદીની વેળુના કોળિયા ચાવવાના !...વગેરે !
સાધના આટલી દુષ્કર છે માટે જ એના સારૂ મહાસત્ત્વ વિકસાવવાનું ! મહાન બળ-શક્તિ-–વીય ખરચવાનું ! મનની બધી ય સુંવાળાશ–સુખશીલતાસગવડપ્રિયતા કેરાણે મૂકવાની, કાયાને સારી રીતે ગદરવાને સંકલ્પ રાખવાને. વિચારમાં પણ લેશમાત્ર અલનાને વિકલ્પ જ નહિ ઊઠવા દેવાનો.
જુઓ મહાવીર પ્રભુએ કેટલી કેવી પ્રચંડ સાધના