________________
અને ઉત્થાન
૪૧૫ વિશેષ દુર્લભ છે.” અવસરની કિંમત સમજાઈ અને સાધના કરવા મન પણ કર્યું, છતાં ધર્મના નામે, કેવી ભળતી વાત કરનારા મળે છે ! સમ્યગ્દર્શનની પુષ્ટિ થાય એના બદલે જડવાદ અને મિથ્યાત્વની પુષ્ટિ થાય એવા ઉપદેશલખાણુ–સલાહ-સૂચન કેટલા બધા સુલભ થઈ ગયા છે ! શું આ? દર્શન-ધર્મની સામગ્રી સેંઘી થઈ ગઈ! જ્યાં ગામડાઓમાં સુંદર જિનમંદિર છે, એ છેડીને ધંધા માટે એવા મંદિર-વિહોણુ અને મુનિસંપર્ક વિનાના ક્ષેત્રમાં રહેવું પડે છે, એ પણ ધર્મ સામગ્રીની દુર્લભતા સૂચવે છે.
ત્યારે આજે સમ્યક શાસ્ત્રજ્ઞાનની સામગ્રી પણ દુનિ ચામાં કેટલા માણસોને મળી છે? ભારતમાં પણ કેટલે સ્થાને એ સુલભ છે? ધર્મઅવસરરૂપી માનવજીવન મળવા છતાં ધર્મસામગ્રી ન મળવાથી કેટલાય જીવન એળે ગાળી રહ્યા છે! પાપ સામગ્રીની આજે ભારે બહુલતા થઈ ગઈ! તેથી પાપાચરણના અવસર સુલભ થઈ ગયા! એમાં, માનસિક વિચારસરણી-લાગણું મનેર વગેરેમાં તે પાપે ભારે પગપેસારો કરી દીધા છે, એ આ યુગની ભારે ભયાનકતા છે.
આ બધાને ખૂબ વિચાર કરે, દુર્લભ પણ સુલભ થયેલ ધર્મ-અવસર અને ધર્મ સામગ્રીનાં ઊંચા મૂલ્ય આંકી, વિચાર-વાણી–વર્તાવમાં ધર્મને ઓતપ્રત કરી દેવા હર સમય કાળજી રાખે. બ્રાહ્મણ કહે છે તે મુજબ,
કાળને વહી જતે પ્રવાહ આ કિંમતી જીવનને