________________
અને ઉત્થાન
૨૩
વગેરેની ભાવનાથી આત્માને ભાવિત કરતે ચાલે, અને એની સામેના હિંસા-અસત્ય વગેરે દેની ગલીચતાઅપકારકતા-મહાદુઃખ-પરંપરાનુબંધિતા વગેરેની ભાવના વધારતે જાય. એને અને એનાથી થતા પૈસા-પ્રતિષ્ઠાદિના લાભને તુચ્છ અતિ તુચ્છ લેખતે જાય. આ તે તમે પૈસાને બહુ કિંમતના અને મહત્વવાળા માને છે એટલે એની પાછળના આરંભ-કષાય –પરિગ્રહના દેશની ઘણા નથી થતી, અથવા આરંભ આદિ દોષની કટુતા નથી લાગતી, એટલે એ સેવી કમાયેલા પૈસા પર તિરસ્કાર નથી છૂટતે.
દેશને વૈષ નથી, પૈસા-બંગલે-મોટર સારા લાગે છે. પછી, એની પાછળના આરંભ--સમારંભ અને લેભમાનાદિ કષાયે ભૂંડા ક્યાંથી લાગે? અથવા આ આરંભાદિ ભૂંડા નથી લાગતા તે એના લાભ પણ કડવા શી રીતે લાગવાના? કસાઈપણું ભૂંડું લાગે છે તે કસાઈના બંગલા પર રાજીપો નથી થતું, એ મીઠો નથી લાગતું. એમ, આરંભાદિ ભૂંડા લાગે, તે એના પર કમાયેલ પૈસા પાપ કડવાજ લાગે. એમ આરંભાદિ ભૂંડા લાગે, તે એના પર કમાયેલ પૈસા પણ કડવા લાગે.
જૈનધર્મ હૈયે ફરસ્યાનું આ લક્ષણ છે કે દેષદુર્ગુણ ને પાપના પાયા પર ઊભનારા વૈભવવિલાસ મીઠા નહિ, કડવા લાગે. કેઈ પૂછે,
પ્ર–પૈસા કેમ ખરાબ? ભેગ-ભવ કેમ ભંડા?