________________
-૩૮૨
રુકુમી રાજાનું પતન વિચાર આ જોઇએ કે “આવા સુંદર ભવમાં મળેલ દેવ-ગુરુ-ધર્મની અવગણના કરાવે એવી ગોઝારી સ્વાર્થ - લંપટતાને શા માટે પોષે ? મન મારીને પણ એને દબાવીશ. અતિ અસાર ખાતર મહાસારભૂતને નહિ વિસારું
અસ્તુ. આ તે જાતની સ્વાર્થ લંપટતા દબાવવાની વાત થઈ. પણ સગાં-સ્નેહીની લંપટતા અંગે શું વિચારવાનું? આ.એમના પર મમત્વ કરવું ખોટું છે. સ્વાર્થ સચે એ ખસી જવાના છે, અને એમની મમતામાં ખેંચાઈને હું જે દેવ-ગુરુ-ધર્મને ભૂલ્યા તે એ માથે પડી જશે ! | સ્વાર્થી સગાં સ્નેહી પર મમતા કેમ થાય છે? મનને લાગે છે કે “આ મારે કામ આવે છે,” એવી ઘેલછા મમત્વ કરાવે છે. ત્યાં એ નથી જેવાતું કે એ બધું કેટલે કાળ? કેટલા કાળનાં સુખ આપે? કેટલે કાળ કામ લાગે? બહુ તે આ જીવનકાળ સુધી જ ને? પણ જીવને માત્ર આ જીવનને કાળ થડે જ? એને તે ભાવી અને તે કાળ ઊભે છે. શું એ બધા કાળમાં કામ લાગે? સુખ આપે? એથી ઊલટું અહીં એની મમતામાં તણાયા જે અઢાર પાપસ્થાનક ભરપૂર સેવે ગયા, સેન્ચે જ ગયા, એ ભાવી અનંતા કાળને દુઃખદ બનાવી દે! જીવ એકલે હેત તે કેટલાં પાપ, કેટલા રાગ-દ્વેષ અને કેટલા આરંભ સમારંભ–પરિગ્રહાદિ આચરત? કેટલે ધર્મ ભૂલત? ત્યારે સગા-સ્નેહીની મૂર્છા–મમતા કેટલું જંગી પાપાચરણ આચરાવે છે? તરણતારણ દેવ-ગુરુપર નહિ એ રાગ,