________________
૩%
રમી રાજાનું પતન આ છે કે કુત્રિમ સગાં એટલા કાળમાં અખંડપણે મમત્વ કરાવી કરાવીને જીવને “મારે એમનાથી સુખ છે, મારે એમનું પ્રજન છે, એમનાથી મારું કામ થાય છે, એમ ભુલાવામાં પાડે છે. ભુલાવામાં પાડી. એ સગાં અનંત સંસાર અને ઘેર દુઃખમાં ઘસડનારા બને છે.”
બ્રાહ્મણને વિવેક જવલંત બને છે, એટલે જાતે જગતનું સચોટ સ્વરૂપદર્શન કરી બીજાઓને એ કરાવી રહી છે. વિવેક-દીપકના લીધે જ પુત્રનાં દુષ્ટ વર્તન અંગેના Àષના અંધકારમાં ન અટવાતાં, એ ઝાકઝમાળ વિશ્વદર્શન અને વૈરાગ્યનાં પ્રકાશમાં વિહરી રહી છે. દુન્યવી સગા નેહી માત્ર આજના જ સ્વાર્થ લુબ્ધ નહિ, માત્ર પોતાના જ ઘરના સગાં-સ્નેહી એવા નહિ, પરંતુ અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ માટેની આ સ્થિતિવાળા છે. ઘરેઘરના સગાં-સ્નેહીની એ દશા છે. એટલે કે સંસારી તરીકે જન્મ સ્વાર્થ લુબ્ધતાને જ ઘડાયેલું હોય છે. કેઈ કેલેજમાં એનું શિક્ષણ લેવા નથી જવું પડતું કે જન્મદાતાને એ શિખવવું પડતું નથી. માતાના ગર્ભમાં હોય ત્યાંથી જ એ સ્વાર્થ લુબ્ધ છે જ.
સ્વાર્થનું પરિણામ ખતરનાક! ગર્ભમાં ય સ્વાર્થ-રસનું દૃષ્ટાન્ત – એક ગર્ભિણી બાઈને અચાનક ગાય દેડતી આવી