________________
અને ઉત્થાન
૩૭૩ “સારૂં, સારૂં સમજી ગયે. હવે મારે એમનું સાંભળવાની જરૂર નથી. આવા સારા માણસમાં ય એ ઉધું જુએ છે? જેવા દે.”
પત્યું? હવે તે ડેટાનું બિચારાનું આવી બન્યું, તે એવું કે સૂવા સારૂં ગાદલું ય નહિ, ને જમવા સારી થાળી ચ નહિ. વહુએ ડેસા માટે જૂનું ગાંઠિયું ગાદલું અને એક ભંગાર થાળી રાખી. એમા ટાઢું ગંતા જેવું જમવા આપે. ક્યારેક એના પતિએ આ જોયું હશે તે ય એના મનમાં બાપ તરફ એવી નફરત ઊભી થયેલી કે એને લાગતું કે બધું બરાબર છે.”
પરંતુ હવે વાત એવી બને છે કે ડોસાના પૌત્ર યાને છોકરાને છોકરે કોઈ પૂર્વના તેવા સુસંસ્કારવાળે તે એને આ ખટકતું, પણ શું કરે? માને ક્યારેક કહે તે એ કહેતી
એમને તે ચાલે”, ત્યારે ક્યારેક વળી છોકરાને ધમકાવી નાખતી. નાનો છેકરે, એનું ગજું શું? પણ એકાંતમાં દાદાજીને આશ્વાસન આપી આવતો કે “ભા! મને માટે થવા દે ને, પછી હું તમારી બરાબર સેવા ચાકરી કરીશ.'
આમ છતાં છેકરાનું કોમળ હદય આ સહન કરી શકતું નહિ તે એને થયું કે “હું ક્યારે ય મોટે થઈશ, પણ ત્યાં સુધી આ દાદાજીને કેટલું સહન કરવાનું ?” એક દિવસે એણે અકકલ વાપરી, પેલી ભંગાર થાળી માળીયા પર સંતાડી દીધી. હવે જમવાના વખતે મા થાળી મેળે છે પણ જડતી નથી. એટલે બૂમ મારે છે થાળી ક્યાં ગઈ?