________________
૩૭
અને ઉત્થાન
એટલે પરમાર્થથી જોતાં કોઈ જ સગું નથી, સ્નેહી નથી. પિતાનું કામ સરતું હોય ત્યાં સુધી આ મારી મા',
આ મારા પિતા”, “આ મારે દીકરે”, “આ મારી સાસુ”, “આ મારે જમાઈ', “આ મારા મનગમતા પ્રિય વહાલા નેહીપણ સ્વાર્થ પતી ગયે કઈ કેઈનું સગું ય નહિ ને વહાલું ય નહિ, “મારા શેઠ ને “મારે પરિવાર” કઈ કરે નહિં.
સરવાળે શું ?
ભલે ને માતાએ પુત્રને નવ નવ મહિના પેટમાં પાળે, ગર્ભમાં પાળવા માટે કેટલાય રંગરાગ-ભંગ છેડ્યા, પ્રસૂતિનાં મહા કષ્ટ વેઠી એને જન્મ આપે, ઊછેર્યો, ગરમ-ગરમ રસદાર ભેજને કરાવ્યાં, મળમૂત્ર ઉસેડયાં, અશુદ્ધિ સાફ કરી, સ્નાન કરાવ્યાં, મંદવાડમાં કાળા ઉજાગરા કર્યા. અને ગમે તેટલા મનેર સેવ્યા કે “આ દીકરે મેટો થઈ પરણીને સારું રળતે કમાતે થશે. એટલે મારી બધી આશા એ બધા સ્નેહીજનેથી પૂરાશે. અને હું સુખપૂર્વક કાળ પસાર કરીશ, પરંતુ સરવાળે શું? એમ પુત્રે મા માટે ને પિતા માટે, પત્નીએ પતિ માટે, પતિએ પત્ની માટે, એમ...એક બીજાએ પિતાના માનેલા સગા માટે ગમે તેટલી આશાઓ અને મનેર સેવ્યા હોય, પરંતુ સરવાળે શું? બધાના અંતે આ જ હકીકત છે કે પિત–પિતાનું કાર્ય સરી ગયા પછી, સ્વાર્થ પૂરો થઈ ગયા પછી, કેઈ કેઈનું સગું સ્નેહી કે પરિવાર રહેતું નથી.”