________________
૩૬૪
રુકુમી રાજાનું પતન ભઠ્ઠીદારિકા ! કેમ શું થયું?”
બ્રાહ્મણ મૂચ્છ ઊતરવાથી હવે સ્વસ્થ બની છે. પરંતુ એ જાતે અનુભવેલે મહા અનિષ્ટ પ્રસંગ રજૂ કરવા ઈચ્છતી નથી; કેમકે સમજે છે કે “એમ કરવામાં શું સારું પરિણામ આવે? ભેગા થઈ ગયેલા બધા માણસો કષાયમાં ચઢે અને પેલા મોટા દીકરાને કદાચ કુટાવાની સ્થિતિમાં મૂકાવું પડે ! અને મને કષાય અને કેઈ જીવને દુઃખ થાય એવું બોલવામાં શું ફાયદો?”
બેલ કેવા બોલવા? બ્રાહ્મણને વિવેક જોવા જેવો છે.
માણસે બેલ એવા કાઢવા જોઈએ કે જેથી (૧) સાંભળનારના રાગદ્વેષાદિ કષાય વધે નહિ, પણ શાંત થાય; તેમ (૨) કઈ જીવ પર દુઃખ ઊભું ન થાય.
આપણે ઉદ્દગાર કાઢતાં શું આ ધ્યાનમાં રાખીએ છીએ ખરા? કે એ કશું જોયા વિના દિલના ઊઠેલા આવેશ-બફારા ઠાલવવાની જ વાત? ભલે પછી સામે - કષાયમાં ચઢી બીજા જીવ પર આક્રમણ લઈ જાય અને એને દુઃખ પમાડે. પિતાના દિલને કષાયને આવેશ બહુ ભૂંડી ચીજ છે કેમકે એની પાછળ એ બીજામાં કષાય–વૃદ્ધિ અને હિંસા-પ્રવર્તનની બેપરવાઈ કરાવે છે.
વિષયાવેશથી વ્યર્થ પાપ બજારમાં કેઈ નવું સારું શાક કે ફળ જોઈને