________________
૩૨૮
રૂમી રાજાનું પતન અન્ન વિના શે નભે? છતાં આ સૂર્યશિવ હજી આ દેશમાં જ આડું-અવળું કરી દહાડા ખેંચે રાખે છે, મનને ભય છે કે “હવે આ છોકરી લઈને ક્યાં જાઉં? આશામાં તણ ચાલે છે કે “હવે આ સાલ વરસાદ પડશે, આ સાલ પડશે. પરંતુ અહીં તે વરસ પર વરસ વીતે છે ને વરસાદનું ટીપું ય જોવા નથી. પાછા આઠ મહિના ખેંચે ને આશા રાખે કે હવે વરસાદ પડે જોઈએ. અસાડ ખાલી જાય, શ્રાવણમાં વરસાદ આવશે, એમ કરી બેસી રહે, શ્રાવણ જાય, ભાદરવામાં વરસાદ આવશે પણ એય ખાલી....ચાલ્યું એમ કરી કરી ત્યાં બેસી રહેવામાં એ અવસર આવી લાગ્યું કે પાસે ધાન્ય પણ ખૂટયું ને પૈસા ય ખૂટ્યા ! હવે તે ભૂખમરે સહન થતું નથી. શું કરે ! એમાં વળી એ પિત પ્રકૃતિએ નિર્દય-નિષ્ફર તે હતે જ તેથી અત્યંત ભૂખની પીડામાં એને એ દુષ્ટ વિચાર આવે છે કે “આ છોકરીને મારીને ખાઈ જાઉં ? અથવા એનું માંસ વેચી પૈસા આવે એનાથી વાણિયા પાસેથી અનાજ ખરીદી પેટ ભરૂ? હવે તે જીવન ટકાવવા બીજો કોઈ ઉપાય દેખાતો નથીકેટલે ભયંકર વિચાર?
આશાની મમતામાં ખુવારી ભયંકર દુકાળ છતાં આશામાં ને આશામાં ત્યાં જ બેસી રહેવું અને દેશપલટે ન કરે એ સંસારનું વિકટ સ્વરૂપ બતાવે છે કે આશા કેવી ખતરનાક છે ! આશા જીવની સદુઉપાયમાં લાગી જવાની છતી શક્તિને પણ જાણે કુંઠિત કરી દે છે ! નિષ્ક્રિય