________________
૩૦%
અને ઉત્થાન એકલી સાવીને આલોચના કરવાની મનાઈ કરી છે.
જિનની આજ્ઞા માથે ધરીને ચાલવું હોય તે સાધ્વી કે શ્રાવિકાઓના પણ પરિચયમાં સાધુએ નહિ આવવું જોઈએ, જોયું નહિ ભગવાને આ ચકવતી આચાર્ય માટે શું કહ્યું? એ જ કે સાધ્વીની કોઈ વસ્તુને પરિભેગ નહિ. એની વહોરેલી એક પણ ચીજ લેવાની નહીં. એની પાસે કશું પિતાનું કામ કરાવવાનું નહિ. જિનાજ્ઞાને માથે ભારે ભાર હોય અને અનાયતન–સેવનથી ઊભા થતા અનર્થને મટો ભય હોય, તે જ આ મર્યાદા મજબૂત પકડી રખાય. જિનાજ્ઞાનું ઉલાળિયું કરાય અને લપસણાનાં નિમિત્ત સેવતાં
એમાં શું વાંધે? એમાં શું થઈ ગયું? એમ બેપરવાઈ કરાય, એને તે પછી “જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ' એ ન્યાયે મર્યાદા બહારના આચરણ કરવામાં કેાઈ સંકેચ નહિ. માથે જિનાજ્ઞાના ભારે ભાર જ બચાવે –
કાળ પડતે છે. આહાર તામસી બની ગયા છે. સ્ત્રીઓની મર્યાદાઓ ઘસારે પડવા માંડી છે. જ્યાં ને ત્યાં ભેગ-વિલાસની જ ધૂન મચી રહી છે. આવા વર્તમાન વાતાવરણ વચ્ચે શીલ-સદાચાર-બ્રહ્મચર્ય અણીશુદ્ધ પાળવા હશે તે (૧) જિનાજ્ઞાના ભારે ભાર મસ્તકે ધારણ કરવા જોઈશે, અને (૨) કડક સંયમથી મર્યાદાબદ્ધ જ જીવન જીવવું પડશે.
મેટા મુનિએ પણ મર્યાદાબદ્ધ :પ્રખર ઈન્દ્રિયનિગ્રહ કરનારા પૂર્વ મહર્ષિ મુનિએ