________________
૩૦૬
રુચી રાજાનુ પતન
"
ગયા કે હવે તે! જા અને ભાઇઓનાં ચરણે ઝૂકી પડું, તા જ લેશ પણ માનકષાય રહેવા ન પામે,’ ત્યારે જ પગ ઊપાડતાં ભાવના વધી અને અનાસક્ત બનીને સમતાયેાગમાં ચડી કેવળજ્ઞાન પામ્યા.
માનકષાયથી સાધના કેમ રદ બાતલ ? :
-
પ્ર૦-આ માનકષાય કેવળજ્ઞાન તે અટકાવે જ છે, પરંતુ ખીજા' પણ શલ્યને ગુરુ આગળ પ્રકટ કરવાનું ને પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ કરવાનું અટકાવી બીજી સાધનાની ભારે જહેમતને ય રદખાતલ કરી દુ:ખદ દુર્ગતિએમાં જીવને આ માનકષાય કેમ ભટકતા કરવાનું કરી દે છે ?
ઉ-આનુ કારણ એ છે કે ઃ—
માનને મહત્ત્વ આપ્યું એટલે પાપશલ્યના ઉદ્ધારને મહત્ત્વ ન આપ્યું. એના અર્થ એ છે કે એ શલ્યના પાપ ઉપર તેવા તિરસ્કારભાવ ન રહ્યો, તેવા અણુગમે ન રહ્યો, જેવા પેલી માનહાનિ પર રહ્યો ! ત્યારે સેવેલાં પાપના એટલે અણગમો કે ભય નહિ બલ્કે ‘ એ તે ચાલે એટલામાં શુ બગડી ગયું?, * આવેા ભાવ રહ્યો; પછી સહજ છે કે એ પાપની નિયતાના ને પાપના સસ્કાર મજબૂત થાય. એ હવે અજ્ઞાન ભવામાં કેમ ફાલેફૂલે નહિ ? હા, એને શલ્યેાદ્ધાર કરવા દ્વારા ભારે ભય સાથે તીવ્ર તિરસ્કાર-અણગમો કર્યો હાય તા એના કુસસ્કાર જામે નહિ, એની પુનરાવૃત્તિ અને વૃદ્ધિ પછીના જન્મામાં થાય નહિં.