________________
અને ઉત્થાન
૩૦૧
ચક્રી મુનિની ભવ્ય સાધના
ત્રિભુવનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર પરમાત્મા એમની સાધનાનું વર્ણન કરતાં કહે છે – નિસંગતા –
હે ગૌતમ! એ ચક્રવત શ્રમણે બાહ્ય સંગ છેડ્યો એટલું જ નહિ પણ આભ્યન્તર રાગ-દ્વેષ-મમતા આસક્તિ વગેરેના ય સંગ છેડી એ નિઃસંગ બની ગયા ! છેવું તે છેડી જાણ્યું.
રાગ-દ્વેષાદિ જેની ખાતર થાય છે એ જ મૂકી દીધું. મનથી ય મૂકી દીધું, પછી શી જરૂર રાગ-દ્વેષાદિ કરવાની ? પિતાની કાયા પર પણ મમત્વ નથી, એને ય તદન પારકી ગણે છે, એટલે એની ખાતરે ય શું કામ રાગાદિ કરે ?
ત્યાગતપ :
ઉલટું એમણે તે તનતોડ મહાત્યાગ અને મહા તપસ્યાઓ આદરી દીધી ! એમાં વળી પારણાં ઉગ્ર અભિગ્રહ-નિયમવાળી નિર્દોષ ભિક્ષાથી કરવાનાં !
શ્રતસાધના : પરીસહ સહનની સાધના :
“હે ગૌતમ ! એમણે માત્ર આ ત્યાગ-તપસ્યા કરીને બેસી રહેવાનું રાખ્યું નહિ, કિન્તુ દિન-રાત શ્રુતજ્ઞાનની અથાગ મહેનત ચાલુ રાખી ! એની સાથે ઘેર પરીસહ-.