________________
અને ઉત્થાન
૨૮૧ થવાની. એ ન્યાયે ઈન્દ્રિયના વિષયે ઈચ્છક્યા તે વિષયની જ મમતા આગળ થાય ને? ધર્મની મમતા જ ક્યાં રહે? એને અર્થ ધર્મબીજ નષ્ટ ?
સવારથી તપાસ -
આ બધું બહુ તપાસતા રહેવા જેવું છે કે આપણા દિલમાં કઈ વાસના મુખ્ય બની જાય છે, ધર્મની? કે દુન્યવી કઈ ચીજના રાગની, દ્વેષની કે મૂઢતાની? હૈયાને ઝેક કઈ બાજુ જાય છે એ તપાસતા રહેવા જેવું છે, જેથી જયાં ધર્મ ગૌણુ યા લક્ષ–બહાર થતે દેખાય ને રાગ-દ્વેષ –મૂઢતા મુખ્ય થતા જણાય કે તરત વિવેક કરી એ ઝોક ફેરવીને ધર્મનો મુખ્ય ઝેક કરી શકીએ. સવારે ઉઠયા બરાબર ધ્યાન રાખવા જેવું છે કે મનમાં વિચાર કયા શરૂ થઈ જાય છે? અને પછી પણ બહુધા વિચારો શાના આવે છે? ધર્મના ? કે દુન્યવી ચીજ જ જાળના ?
પ્ર–આત્મામાં ઓજસ ન પ્રગટતું હોય, ગુણાની મમતા ન જામતી હોય, ધર્મક્રિયામાં તરબળ રસ ન જામત હય, વારંવાર દેવ-ગુરુનાં ઉપકાર યાદ ન આવતા હોય, આવું બધું કેમ?
ઉ૦-તપાસશે તે દેખાશે કે મગજ રાગ-દ્વેષ મેહની આશંસાઓ અપેક્ષાઓ અને વિચારણાઓથી ઘેરાયેલું રહે છે. તેથી આવા મગજે પછી વરસના વરસે ભલેને ધર્મક્રિયા * નિયમિત કર્યો જવાતી હોય, છતાં મિંયા ઠેરના ઠેર,