________________
અને ઉત્થાન
૨૬૭ પિતાની લઘુતા-હલકાઈ થાય એ ડર છે? તમને તે આત્મનિરીક્ષણ કરતાં ય નથી આવડતું! એટલે જાતના દેષને ઢાંકીને એના પર જાતે જ ગુણને સિકકો લગાવે છે? એને ગુણનો વાઘ પહેરાવે છે! એથી શું વળશે? ઠીક છે ભોળી અજ્ઞાન દુનિયાને આંખમાં ધૂળ નાખી સારા દેખાયા-મનાયા-પૂજાયા, પણ અહીં અમરવાસ તો નથી ને ? હદયના વાંકા વળ જિંદગી પૂરી થયા પછી આત્મા સાથે જડબેસલાક સીલપેક થઈ સાથે ચાલશે એનું કેમ? પછી તે એની ત્યાં પરભવે ગમ જ નહિ હોય કે જેથી આલેચના પ્રાયશ્ચિત્ત કરી શકાય; એ તો ભવેને ભલે સુધી. અકબંધ ચાલવાના અને દુખદ દુર્ગતિએના ભયંકર ત્રાસ દેખાડવાના ! દુનિયાને અવળા પાટા શા સારુ બંધાવવા? એમાં કર્મ આપણને જ અવળા પાટા બંધાવે છે !
ખરી વાત એ છે કે દિલની સરળતાને પાયે પહેલે રચે. એના પર, ભૂલ થઈ જવા છતાં, ઘણે ઘણા. બચાવ મળવાના ઉપાય જી શકાશે.
સરળતા છે ત્યાં બચવાના ઉપાય છે, વકતા છે ત્યાં નહિ, એ વક આત્મા વિશિષ્ટજ્ઞાની પાસે પાપનું પ્રાયશ્ચિત્ત લેવા જાય છે ત્યાં વિશિષ્ટજ્ઞાની ના પાડી દે છે કે તારા માટે ખરેખર પ્રાયશ્ચિત્ત નથી. આલેચના. કરવી ને વક્રતા રાખવી એ ક્યાંને ન્યાય? એ કેવી મૂર્ખાઈ? પણુ ગુરુ આગળ ખરાબ છતાં ચેડા સારા દેખાવાની