________________
૧૬૨
રુક્રમી રાજાનું પતન
પણ બ્રહ્મચર્યની સાધના એટલી જોરદાર સાધના હતી, અને ચારિત્ર જીવન સ્વીકાર્યો પછી એટલી બધી ઘેાર-વીર -ઉગ્ર કષ્ટમય તપસ્યા, રસત્યાગ, વિવિધ અભિગ્રહ, સયમ તથા પરીષહસહનની સાધના હતી, કે અલ્પ ભવમાં મેક્ષ થઈ જાય. છતાં એના મૂળમાં જરૂરી દિલની સરળતા રાખી માયા-શલ્યના જે ઉદ્ધાર કરવા જોઇએ એ એણે ન કર્યાં, તે એક લાખ ભવ સંસાર-ભ્રમણ ઊભું થયું.
સરળતાને બદલે દંભ અને વક્રતા એ પ્રખર સાધનાને પણ કેવી ફાક કરી શકે છે ! માટે તે મહેાપાધ્યાય યાવિજયજી મહારાજે અધ્યાત્મસાર નામના શાસ્ત્રમાં અધ્યાત્મની પ્રગતિના માર્ગ દેખાડતાં ભવવૈરાગ્ય સાથે દભત્યાગને પણ પાયામાં આવશ્યક મતાન્ચે. દંભમાયાનું શલ્ય ખતરનાક છે. ગમે તેટલા ઉગ્રસહે, ધ કષ્ટ તપયા કરે, પ્રખર શાસ્ત્રાભ્યાસ કરે, લેાકમાં મહાન વ્યા ખ્યાતા કે વિદ્વાન આચાર્ય તરીકેની ખ્યાતિ પણ પામે, કિન્તુ દિલમાં જો માયાશલ્ય રાખ્યુ, તે એ મેહુરાજાના એક જ સુભટ પેલું બધું અસમથ કરવાની શક્તિ ધરાવે છે !
ચિરકાળના માહરાજા અને ધર્મરાજાના વિગ્રહમાં માહરાજાના આમ જ વિજય-ધ્વજ ફરકે છે ! જીવ બધું સહવા–કરવા તૈયાર છે, પણ મેાહને આટલે પક્ષ છેાડવા, માયાની પકડ છેડવા તૈયાર નથી. એટલે ધરાજાને ત્યાં પરાજય થાય છે. ... ત્યાં આપણે વિચાર કરવા જેવા છે કેઃ