________________
૨૬૦
રૂકમી રાજાનું પતન જોયું કે આત્માની ગાડી કેટલાય દુર્ગતિનાં સ્ટેશને કરતી કરતી લાંબે જવાની !
રુકમી સાધ્વી ભૂલી પડી તે હલકા દેવ જન્મ પછી જાણે ભવસાગરમાં ખોવાઈ ગઈ ! મહાવીર પ્રભુ કહે છે, હે ગૌતમ! એ નરેન્દ્રશ્નમણી સમસ્ત દુઃખ-દૌભગ્યદુઃખને અનુભવતી સકલ લેકેથી અપમાન તિરસ્કાર પામતી હલકા મનુષ્ય-તિર્યંચના અનેકાનેક માં ભટકતી થઈ ગઈ ! પોતાનાં ફળ ભેગવવામાં દુઃખમય હલકા જન્મોનો હિસાબ ન રહ્યો !”
પાપશયથી ખાસ બચે -
મૃત્યુ પર્યત શલ્ય રાખી મૂકવાથી પછી એ આત્મામાં એક ભયંકર ગુમડાની જેમ કેવું પાક પર અને ચેપ પર ચઢે છે ! ડાહ્યા છે તે બધું જાતડહાપણ બાજુએ મૂકી, “ગુરુ ગંભીર નથી,” “મારી માનહાની થાય.” “હવે આટલું પાપ ગુરુની આગળ ન આપ્યું તે શું થઈ ગયું ? મનથી પશ્ચાત્તાપ કરી લઈશું'......વગેરે વગેરે આપમતિ કે રાણે મૂકી આ પહેલું કરજો કે પ્રગટ કે છૂપાં વિચાર-વાણી-વર્તાવનાં પાપ ગુરુ આગળ પશ્ચાત્તાપભર્યા દિલે અને બાળભાવે પ્રગટ કરી યાને આલેચના કરી નિઃશલ્ય બનશે અને એને દંડ માગી લેજે અને તે ભરી આપજે.