________________
૨૪8
અને ઉત્થાન તે આગળ જતાં ખાનાખરાબી કરે છે. મંદિર કે ઘરની નીચે પાયામાં શલ્ય રહ્યા હોય તે મહા અપમંગળ કરે છે. તે પછી આત્મામાં રહેલ છૂપાવેલાં શલ્ય ઘેર અશુભની પરંપરા ચલાવે એમાં નવાઈ શી? માટે પહેલું તે શલ્ય રહી ગયાને ભારે ભય જોઈએ.
બીજુ; નિખાલસતા જોઈએ – દિલ માયાવી હશે તે, માનહાનિના ભયથી કાં તે આલોચના થશે નહિ, અગર થશે તે મિથ્યાભાવે થશે, પાપસેવનને હળવું દેખાડીને અગર સગવશ કરવું પડયું એવું ખોટું બહાનું કાઢીને. આ ખોટું છે. આલોચના કરવી તે બહુ નિખાલસ પ્રામાણિક સ્પષ્ટ દિલથી કરવી, આ નિખાલસતાને ગુણ બીજે પણ કામ લાગશે; કેમકે એને અહીં ઉપયોગ કર્યો, અભ્યાસ પાડ્યો.
નિખાલસતાના મહાન લાભ
નિખાલસતામાં માનહાની ન થાય ? પ્ર–ગુરુ તે ગંભીર છે એટલે એમની સાથે તે નિખાલસતા આવે. પણ દુનિયા ડી એવી જ છે? એની સાથે નિખાલસતા કેમ આવે ?
ઉ–એક વાત સમજી રાખે કે નિખાલસતા નિષ્કપટતા શા માટે કેળવવાની છે? શું આપણી માનહાનિ ન થાય, માન જળવાઈ રહે, એ માટે ? તે તે નિખાલસતાથી એક માયાકષાય દાખે, પણ બીજે માનકષાય પિળે એવું થશે ! ખરી રીતે નિખાલસ વર્તવાનું, નિષ્કપટ વર્તાવ