________________
૧૯૬
રમી રાજાનું પતન
- હવે અહીં વીતરાગ ભગવાનના શાસનથી સારી સમજ મળ્યા પછી પણ એ? ધણને ભૂલી પાડોશીને તાગડધિન્ના કરાવવાનું ચાલુ?
ફમીની દીક્ષા –
રાજા રુકમીને આત્મા સંસારવાસ પર કકળી ઊઠ! કુમાર મહર્ષિની હૃદયવેધી વાણી પર અંતરાત્માના અનેરા વિલાસ ઝળહળી ઊઠયા ! રાજ્ય બીજાને ભળાવી દઈ મહર્ષિ પાસે એને ઘરવાસ ત્યજી ચારિત્ર લીધું, અને સાધ્વીસંઘમાં જોડાઈ ગઈ. આવી મેટી સ્ત્રીરાજા સંસાર છેડે એની અસર બીજાઓ પર પણ કેમ ન પડે? એના પરિવારે પણ સંસારને ત્યાગ કરી મુનિ દીક્ષા સ્વીકારી લીધી
એક દીવે અનેક દીવા કરે :
જુઓ એક જ અવધિજ્ઞાની મહર્ષિ કેટલાને અને કેવા કેવાને તારે છે ! પૂર્વે ય બે રાજાઓને ભવકૃપમાંથી ઉદ્ધર્યા છે. અહીં પણ રૂફમી રાજાને ઉદ્ધરે છે ! ગામે ગામ વિચરતાં બીજા વળી કેટલાય સુખી-સમૃદ્ધોને ઘરકેદની બહાર કાઢયા હશે. એક દી કેટલાય દીવા પ્રગટાવે છે. આ બધા પ્રતાપ કેને ? રાજકુમાર ઘરવાસમાં પડી રહ્યા હતા તે આમાંનું કેટલું કરી શક્ત ? પણ પ્રતાપ ચારિત્ર-જીવનને, એમાંય મૂળ પૂર્વ ભવે સાધેલ મૌનવ્રત તથા અગ્નિ-પાણી–સ્ત્રીને સર્વથા કડક ત્યાગ કરેલે, એને આ પ્રભાવ વિકસી ઊઠયો છે કે મેટા