________________
કમી રાજાનું પતન અને ઉત્થાન
(ભાગ-૨) પ્રકરણ ૧ : શુભ અવસાયનું બળ કેમ વધે ?
કુમારને અવધિજ્ઞાન પ્રગટયું છે એટલે એ વાત નક્કી છે કે અધ્યવસાયની ધારા ઊછળેલી. તે વિના કાંઈ તે ક્ષય, પશમ થાય નહિ. તે ચાલુ સ્થિતિ કરતાં એમ પ્રબળતા શી રીતે આવી હશે? અહીં એટલું સમજી લેવા જેવું છે કે સામાન્ય રીતે અધ્યવસાય વિચારણા, લાગણી, ભાવ વગેરે આત્મપરિણામ છે. એ શુભ કેટીના રાખ્યા તે ખરા, પરંતુ એમાં ઉછાળે, પ્રબળતા, વેગ લાવવા માટે ગુણનું જોર વધારવાની જરૂર છે. ગુણ એટલે જે આપણે સમજીએ છીએ તે,
દયા, અહિંસા, સત્ય, નીતિ-ન્યાયાનુસારિતા, શીલ-બ્રહ્મચર્ય, ગાંભીર્ય, ઉદારતા, દાન, દેવગુરુ-ભક્તિ, જિનવચનશ્રદ્ધા, ગુરુ-સમર્પિતતા,
ગુણાનુરાગ, વૈરાગ્ય, તૃપ્તિ, પાપભય, સૌમ્યતા, સહૃદયતા, વિનય, વિવેક, વગેરે વગેરે ગુણ ગણાય.
એમાંના એક પણ ગુણનું જોશ વધારવાથી શુભ અધ્યવસાયનું જોર વધે છે.