________________
અને ઉત્થાન , ; , ક્ષમાદિધર્મ, વગેરે વગેરેની ઉત્તમોત્તમ કમાઈ સાધુજીવનમાં જ થાય. એની જે કડકડતી ભૂખ લાગી હોય તે મનની નબળાઈ, અશક્તિ વગેરે બહાનાં ક્યાંય સુકાઈ જાય.
શરીર ચાલતું નથી, નબળું છે, એ બહાનું પણ મંદ વૈરાગ્યના ઘરનું. વૈરાગ્ય સતેજ હોય તો તે એમ વિચાર આવે કે હું તે આ ઘર સંસારમાં અનંત અનંત પુદ્ગલ પરાવર્ત જેવા જંગી કાળથી ભટકી રહેલે, અને હજી પણ નહિ ચતું તે ભાવી દીઘ્રતિદીર્ઘ કાળ ભટકી મરનારે, મારા આત્માની મુખ્ય ચિંતા કરું કે એક ભવની કુટિલ કાયાની? પાપમાં ચોંટયે રહી શરીરને સાચવ્યા કરીશ તેથી એ શરીર શું અમર થઈ જશે? મને કંઇ પરખાવશે? અને આગામી બે શરીર નબળું મળ્યું તે શું, પણ પરાધીનતાના ત્રાસ કેમ ઠાશે? ચારિત્રમાં શરીરને શા ઘા પડી જાય છે તે આત્માનું સુધારી લેવા મળેલી માનવ કાયાને બાહ્ય પુદ્ગલ સમાલવામાં જ રેકી રહ્યો છું? મૂરખના ગામ જુદા ન વસે, મૂર્ખ ગામમાં જ રહે, એમ હું મૂર્ખ, જિનશાસન જેવું ઉત્તમોત્તમ સાધન મળ્યા પછી ય અને મહા જવલંત પૂર્વ પુરુષના જીવન આલંબન પામ્યા છતાં ય મૂર્ખ બન્યો રહ્યો છું. આ દિવ્ય સાધન અને આલંબનની કદર નથી! કિંમત–આંકણી નથી નહીતર બજારમાં લાખો કમાવવાની તક વખતે જે. શરીર નબળું નડતું નથી, તે અહીં કેમ નડે? ફેર કર્મ કરનાર પ્લેચ્છ-અનાર્ય–કસાઈ–માછીમાર વગેરે, અગર