________________
અને ઉત્થાન
૧૨૯ રાજાઓની વિરાગભરી વિચારણું – રાજાઓએ શું વિચાર્યું હશે. આવું જ કાંઈક કે,
(૧) અહો રાજ્યસંપત્તિ પણ મહર્ષિએ વર્ણવેલા સંસાર કર્મ, ભવભ્રમણ વગેરે જોતાં કેવી અત્યંત અસાર, તુચ્છ અને તત્કાલ ત્યાજ્ય છે !”
(૨) વળી જીવન જેટલું ઊંચું છે, એટલું જ એને આજ સુધી જીવવાની રમત અમારી કેવી અધમાધમ ! કઈ વિશિષ્ટ બુદ્ધિએ કઈ બાલિશ ચેષ્ટા ?'
(૩) આત્માનું કેવું વિસ્મરણું –
જગતની બધી ખબર ખરી, માત્ર અમારા પિતાના આત્માની જ ખબર નહિ? જીવ ગાંડે તે સ્વાત્માનું બાળી પરની દિવાળી ઉજવે !
() વળી પાણીના રેલાની જેમ સરકી રહેલા કિંમતી માનવકાળપ્રવાહની ચિંતા નહિ? અને તે સરકવા દેવાનું પણ માત્ર નિષ્ફળ નહિ કિન્તુ ભયંકર નુકશાનકારક સ્થિતિ ઊભી કરવા સાથે ! હાથવેંતમાં રહેલી ઉત્તમે ત્તમ કલ્યાણસાધનાએ તરફ મૂઢતાભરી સરાસર બેપરવાઈ ?'
(૫) આત્માપરના ભાર કયાં ઓછા છે? –
“વળી જીવનને શે ભરોશે છે? અને પણ જીવવાનું હોય તે ય જીવનના માથે ખડકાયેલી એ બધી વિષયલંપટતા, કષાયાવેશ, રાગાદિમૂઢતા, અનંત વાસનાઓ.