________________
અને ઉસ્થાન
.
૧૭
માણસનાં ગુમાન કયાં ટકી શકે?
કવિ કહે છે કે, “દશ શિર રાવણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, ઘેર ઉધમાત મચાવનાર રાવણનું માથું યુદ્ધભૂમિ પર જ્યારે લક્ષમણે ફેકેલા ચક્રથી ખટાક છેદાઈ ગયું હશે ત્યારે એ દશ્ય કેટલું કરુણ હશે ? કુદરત જ જાણે કુરપણે હસી ન રહી હોય ! રાવણની આખી સેના અને મદેન્મત્ત સેનાપતિ-સુભટનાં કાળજા કેવાં કંપી ઊઠયાં હશે ? આ વિચિત્રતા સર્જનાર સંસારની કેવી દુખમયતા !
કર્મ-કર્મહેતુ-કર્મવિપાક –
મહષિ સંસારના વિચિત્ર-વિષમ-વિષમય સ્વરૂપને બતાવવા સાથે એની પાછળ કામ કરી રહેલ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ અને એના ભેદ-પ્રભેદનું વર્ણન કરે છે, કેવી કેવી રીતે એને બંધ પડે છે, કેટકેટલી દીધું કાળસ્થિતિ હોય છે, કેવા મંદ–તીણ રસ બંધાય છે, એ એ બધું થવામાં નિમિત્તભૂત મિથ્યાત્વ-અવિરતિ-કષાયરોગના વિવિધ પ્રકાર કેવા કેવા સ્વરૂપનાં હેય છે! જેના પ્રમાદ, વિષયલંપટતા, સ્વાર્થસાધુતા, રાગ-દ્વેષના આવેશ, અજ્ઞાન-મૂઢ દશા, આપમતિ, અહંવ વગેરે કરી ભયંકર કર્મ ઉપાર્જવાની મહા મુખઈ, કર્મને દારુણ વિપાક, દુર્ગતિઓમાં દુખની ભઠ્ઠીઓમાં શેકાવાનું, વગેરે વગેરે એવું વર્ણયું કે સાંભળતાં કમકમી થાય છે,
*
:
: :