________________
અને ઉત્થાના -
૧૧૯
પૂછે છે, “કેમ બેન ! લઈ આવું જુવાનિયે ??
ત્યારે આ એને ધુત્કારી કાઢે છે, “જા રે જા મૂરખી ! શી આવી વાત કરે ?”
ના, આ તે તમે તે દિવસે કહેતા હતા ને, એટલે મેં પૂછ્યું.'
અરે ઘેલી! ગયા એ દહાડા.એ તે નવરા પડ્યાના ધંધા હતા. હવે તે કામકાજમાં બીજે વિચાર જ નથી આવતે, પછી શી એની વાત ?”. - દાસીએ એની માતાને અને માતાએ પતિને વાત કરી. બંનેના મનને શાંતિ થઈ ગઈ.
વાત, આ છે કે કામોમાં ભારે વ્યગ્રતા એ પણ કુશીલના વિચારને અટકાવવાને ઉપાય છે. .
(૫) બાકી તે ઉપાયમાં, બને તેટલે વિગઈએ, રસકસ વગેરેને ત્યાગ કરતા રહેવાનું કેમકે એ વિકારને પોષે છે, વાસના જગાડે છે.
(૬) આ એક ખાસ ધ્યાન રાખવાનું કે અનાયતનત્યાગ બરાબર પળાય. અર્થાત કામોત્તેજક વાંચન, ચિત્રદર્શન અને કથાશ્રવણ યા વાતચીતમાં કે કુસંગમાં જરાય નહિ પડવાનું. બને ત્યાં સુધી વિજાતીય સાથેના સીધા વ્યવહારમાં ય નહિ આવવું. એવા વાસત્તેજક સ્થાનેમાં નહિ જવું.
સુશીલ બન્યા રહેવું છે. તે આ ઉપાય જરૂર સે.. બાકી તે જેમણે ઊછળતી તોફાની વયમાં કુશીલા