________________
અને ઉત્થાન પર આધાર છે. મારે એ ન ખરચવું હોય તે કેણ મને ફેર્સ પાડે છે? કેણે બળાત્કાર કરે છે? મારૂં કિંમતી આત્મવીર્ય એ વિકારચંડાળને આપવાની જરૂર નથી.
(૮) મદિરાપાનની કુટેવડ–
વળી વિકારે સેબે જવાથી એ કાંઈ મટતા નથી, ઉલ્ટા વધે છે. કામ, ક્રોધ, મદ, તૃષ્ણ વગેરે એકેક વિકાર જેમ જેમ સેવાય તેમ તેમ એની કુટેવ પડે છે, અને પછી મદિરાપાનની કુટેવની માફક એ કેટે વળગે છે. પછી સહેજ સહેજ વાતમાં એ જાગી પડે છે, અને મોટા રૂપમાં ઊઠી આવે છે. તે મહાકલ્યાણકર ક્ષમાદિ ગુણે માટે કામે લગાડવા મળેલું મહાકિંમતી મારું આત્મવીર્ય શા માટે મારે હાથે કરીને આ ક્રોધાદિ કષા, કામિક વૃત્તિ, હાસ્ય-મજાક હર્ષ–ખેદ વગેરેમાં વેડફી નાખું ?
૯) દારૂણુ વિપાકને વિચાર
ક્રોધાદિ કષાય કરાય, કે ક્ષમાદિ ધર્મ સચવાય, બંનેમાં આત્માએ પુરુષાર્થ તે કરવું જ પડે છે. વીર્યને ઉપયોગ કરતાં તાત્કાલીક લાભ અગર તુચ્છ અલ્પકાલીન કષ્ટનિવારણ દેખાય, પરંતુ તેથી શું? દીર્ઘ ભવિષ્યકાળ માટે શી સલામતી ? કશી જ નહિ. ઉલટું એથી ભવિષ્યકાળ માટે તે ભય, નિરાધારતા, પરાધીનતા, નીચી હલકી સ્થિતિમાં ભ્રષ્ટતા વગેરે દુર્દશા જ ઉભી થાય. તે એવા તાત્કાલિક લાભ કે અલ્પકાલીન કષ્ટનિવારણમાં શું કેહવું હતું કે એની લાલચથી આત્મવીર્યને વેડફી નાખવાનું થાય?