________________
પ્રકરણ ૫] લાગણના આભ્યન્તર સંગે પણ અનિત્ય છે, એમાં શું ઊભા રહેવું ?”
વેશ્યા પાછળ સમ્રાટુ ભૂલે એમબહારમાંય જડ પુગલના સારાં-નરસાં પરિવર્તન થયા કરવાને સ્વભાવ જ છે, એમાં આપણે ઉન્માદ–ઉકળાટના ભાવમાં ફર્યા કરવું એ તો મોટા સમ્રાટ રાજાએ ગંભીર રાજ્યાદિકાર્ય મૂકી આ દિવસ વેશ્યા પાછળ નાચ્ચા કરવા જેવું બાલિશ, મૂર્ખ, અતિમૂઢ કાર્ય છે.
શું આપણુ પાસે સારૂં ગંભીર મન-વચન-કાયાનું કાર્ય નથી કે મૂઢતાનાં કામ પાછળ દિવાન થવાનું ? એમ કરવામાં જેવી રીતે સમ્રાટ રાજા વેશ્યાની પાછળ પિતાના વિશાળ રાજ્યની સુવ્યવસ્થિતતા અને આબાદી ઉન્નતિની-ચિંતા ચૂકે છે, એમ અહીં પુદ્ગલ-સ્વભાવની પાછળ હર્ષ ખેદના નાચ કરવાની પાગલગીરી પાછળ આત્મા પિતાના આંતરિક ગુણસામ્રાજ્ય-ધર્મસામ્રાજ્યની સુવ્યવસ્થિતતા તથા આબાદી-ઉન્નતિના મહાન ગંભીરકાર્યની ચિંતા ચૂકે છે.
(૧) પિતાનામાં ક્યા ગુણ પોષાય છે ? કે કેવા દેષનું પોષણ થાય છે ?
(૨) ધર્મની સાધના થાય છે કે પાપની ?”
(૩) પિતે આત્મિક દૃષ્ટિએ કેવા લાભ-નુકશાનમાં વતી રહ્યો છે?
એને વિચાર જ નથી આવત! જડની પલવણમાં પડે ત્યાં સ્વાત્માને વિચાર શેને આવે? વેશ્યા પાછળ દીવાના બનનારને