________________
પ્રકરણ ૪].
માખણ શેમાંથી નીકળે? દહીંમાંથી. પણ દહીંનું વલેણું કરવા એમાં પાછું ઉમેરાય છે, એ પાણી તો નિમિત્ત માત્ર છે, મુખ્ય કારણ નહિ. તેથી જ પાણીમાંથી માખણ નીકળ્યું એમ નથી કહેવાતું. માખણ પાણીએ દીધું એવું ન બેલાય. એ વ્યાજબી પણ છે; કેમકે પાણીની તરતમતા પર માખણનાં સત્ત્વ અને પ્રમાણના ટકા નથી પડતા. એ તે દહીંની તરતમતા પર જ પડે. સત્ત ને પ્રમાણ એટલે કે મૂળમાં દહીં જેવું ઘટ્ટ અને સ્નિગ્ધતાવાળું તથા જેટલા જથ્થામાં, એટલા પ્રમાણમાં માખણ સત્વવાળું અને ભરચક નીકળવાનું. માટે જ માખણ દેનાર તે દહીં જ, પાણું નહિ. એમ અહીં આપણને દુઃખ કષ્ટ દેનારાં તે આપણું કર્મ જ, બહારનું કઈ માણસ નહિ.
મહાસતી સીતાજી આ વસ્તુસ્વરૂપ વસ્તુસ્વભાવ જોઈ રહ્યા છે, તેથી સેનાપતિને કહે છે,–“આમાં સ્વામીને પણદોષ નથી. દેષ મારા પિતાનાં પૂર્વ કર્મને જ છે. કર્મ જેમ કરે તેમ થાય. માટે સ્વામીનું તે ભલું થાઓ” સીતાના આ બેલ પર પ્રકન થાય,
પ્રવે-પરંતુ રામચંદ્રજી લક-ર્નિદાથી દોરવાઈ ગયા એ તો એમની ભૂલ ખરી ને ?
ઉ૦–તેથી શું એ ભૂલ પર એમના પ્રત્યે ગુસ્સો કરે ? ખરી રીતે બીજાની ભૂલ જોવા જઈએ છીએ તે આપણી અંતરની વિહ્વળતા અને કદાચ રેષ ઉપર સ્વભાવાલંબન કરવું હોય તે અંદરને સ્વભાવ જે જોઈએ કે સામાએ કયા સ્વભાવે ભૂલ કરી? ત્યાં દેખાશે કે “એનાં તેવા મેહનીય કે જ્ઞાનાવરણ થા મારા નવાં અંતરાય કમને ઉદય થવાથી ભૂલને પ્રસંગ આવ્યો.” એટલે એક તે બિચારાને પૂર્વ કર્મ ભૂલમાં ઘસડી રહ્યા છે, અને