________________
પ્રકરણ ૨૭]
. [ ૩૦૯ યાદગીરી થાય છે કે આચાર્ય મહારાજનાં પગલાંથી પાવન થયા હતા.
પ્રતિષ્ઠા ઉપધાનમાળ વગેરે સારી ઉછામણથી લીધા હોય તે ઊંચા ભાવ સાથે એની અનુમોદના થયા કરે છે. મફતમાં લીધું હેત તે એ થાત?
આ વાત આ છે કે ધર્મનાં કાર્ય ભોગ આપીને, કંઈક ઘસાઈને, કર્યા હોય તે એમાં અનેરો ભાવ જાગે છે. એક કૃતજ્ઞતારૂપે પણ શું આ ન બને ? શું મનને આટલું ય ન થાય કે
જ્યારે ધર્મ મને અઢળક પુણ્ય આપે છે કે જેનાં ફળ રૂપે પરલેકમાં ભારે સુખ સગવડ અને સદ્ગતિ મળવાની છે, તે હું એની કૃતજ્ઞતા રૂપે અહીં થોડો પણ ભંગ ન આપું? થોડે પણ પૈસે ન ઘસાઉં ?”—આ કૃતજ્ઞતાને વિચાર જે રહેતે હેત તે આજે સાધારણ ખાતામાં તોટાની બૂમ ન રહે, કેમકે મંદિરઉપાશ્રય જ્યારે અઢળક પુણ્ય આપે છે, તે એની કૃતજ્ઞતા રૂપે એકે એક જણ પિતાની શક્તિ ખર્ચીને પૈસા આપે જ જતા હેત. દુનિયાની ચીજભાવ મેળવવા પાછળ રોજીંદા ખાસા ખર્ચ હોય છે, તે આત્માને ગુણ અને પુણ્ય મેળવવા પાછળ રેજીદા ખર્ચ ન હોય ? દુનિયાને માલ મફતમાં મળતું નથી, ને ધર્મ પુણ્ય વગેરે તે મફતમાં આંચકી શકીએ છીએ, એમ? કઈ અક્કલ પર આ ડિંડવાણું ચાલી પડયું છે?
પેલે અગમલાલ વાણિયે મહાત્મા પાસેથી મંતર જંતર ઝંખે છે, પણ મફતમાં ! છતાં મહાત્માને તે એને કાંક પમાડવું છે એટલે કહે છે, “કશે ખર્ચ નહિ કરે પડે. તમારા ભાવ છે તે ઘણું છે. માત્ર એક એફખું તાંબાનું નાનકડું પતરું