________________
૨૯૮]
-[રુમી કઈ પૂછે “કેમ નવકાર ગણે છે ?”
તે ઉત્તર આ કે “મનુષ્ય જીવનમાં ધર્મ-પુરુષાર્થ જ મુખ્ય છે, વળી પવિત્ર મન માટે ધર્મ એ જ સાચી ચીજ છે અને પરમેષ્ઠિ નમસ્કાર એ પહેલા નંબરને સુંદર ધર્મ–પુરુષાર્થ છે માટે.
આપણું મનમાં પણ આ જ લાવવાનું કે “ચાલે નવકાર ગણ્યા એટલો એટલે ધર્મમાં સમય ગયે, તેથી જીવન એટલું સફલ થયું. અહીં મળેલી વિશિષ્ટ કાયા વાણું અને બુદ્ધિ, ધર્મમાં જોડાઈ એટલી જ લેખે લાગી.
કુમાર બહાર પડે છે –
કુમાર પિતે સંકલ્પ કરીને જે સપાટાબંધ દરવાજાની. બહાર નીકળે અને થોડા ડગલાં આગળ વધ્યો કે તરત ભયંકર અને જાનથી ખાલસ કરે એવા દુશ્મનના જબરા જોદ્ધાએ એને સંન્યાસીને વેશમાં જુએ છે, તેથી કેલાહલ કરી મૂકે છે કે
અલ્યા ! આ તે અહીંને રાજા સંન્યાસીને વેશ કરી છૂપી રીતે ભાગી જવા માગે છે. માટે મારે મારો એને.” એમ કહેતાંક ખુલ્લી તલવાર વગેરે શસ્ત્રોથી ધસી આવે છે.
રાજકુમારે તે નિર્ધાર કરી લીધું છે એટલે એને ડર નથી. પેલા તીણ શસ્ત્ર ઉગામી ધસી આવે છે, પણ આ નિશ્ચિત. છે! શીલભંગ હશે તે ભલે મરૂં અને શીલ અખંડ હશે તે કશું થવાનું નથી,” બે ય રીતે ચિંતા નથી, ત્રાસ નથી, લેશ પણ મનમાં દીનતા કે રાંકડાગીરી નથી. એ બધા ભયભીતતાનાં લક્ષણ છે. ભય જીત્યો એને “હાય !” શાનું?
જડ-કાયા અને ચેતન-આત્મા વચ્ચેના ભેદને આત્મસાત કરનાર મહાત્માઓ એવા નીડર બની પૃથ્વીતલ પર ગમે ત્યાં વિચરે