________________
૪]
[ સ્કુમી કુશીલ વિચારથી કેમ બચાય ? :
કુશીલ વિચાર ખતરનાક છે. મનને એથી બચાવી લેવા માટે બીજી જ લાઈનની સારી વિચારસરણ રાખ્યા કરવી જોઈએ. એની સારી ટેવ જ પડી હશે તે જ મન એમાં રોકાયું કુશીલા વિચારથી બચશે. સારી વિચારણામાં (૧) તીર્થોનાં તીર્થયાત્રાનાં
મરણ, (૨) તીર્થકરદે ને મહાપુરુષોનાં જીવનપ્રસંગેનાં સ્મરણ -ચિંતન, (૩) નવ તત્વની કે કર્મ-સિદ્ધાન્તની વિચારણ, (૪) ૧૨ ભાવના, (૫) નવકાર જા૫; વગેરે ચિત્તથી ચાલુ રખાય. અલબત્ મન ભારે ચંચળ છે, એટલે આમાંથી ખસવા જાય, પરંતુ આત્માના દઢ સંકલ્પ સાથે આને વારંવાર પ્રયત્ન મનની સ્થિરતા વધારે છે. આને ઉદ્યોગ ચાલુ રહેવું જોઈએ, અને આની અત્યંત જરૂર પણ છે, કેમકે કુશીલ વિચારોથી મનને બચાવવું છે. નહિતર સમજી રાખવું કે મનની કુશીલતાની સીધી અસર કર્મબંધ પર પડે છે, અને તે ભારે અશુભ કર્મના જ બંધ પડવાના. કહે છે ને કે–
મનને પાપે રે મત્સ્ય તંદુલિયે, જુઓ મરી સાતમી (નરકે) જાય, ચતુર નર !
–શ્રી જિનવાણું હે ભવિયણ ચિત્ત ધરે.” રૂપસેન બિચારે રાજા પુત્રી સુનંદામાં લેભા, વળ્યું કાંઈ નહિ, મનની કુશીલતામાં મરીને એના જ પાપે પછીના ભવે હલકા અવતાર અને કમેત મૃત્યુ પામતે ગયે ! એક મનુષ્ય ભવમાં પિષેલી મનની કુશીલતાને કેટલે ભયંકર અંજામ !
ચિત્ત અને સંભૂતિ મુનિમાંથી સંભૂતિમુનિ, નમસ્કાર કરતી ચકવતની પટ્ટરાણીના કેશને કલાપે જરાક પગે સ્પ એમાં,