________________
પ્રકરણ ૨૨ ]
[૨૫૯ કદાચ નાનું દેખાતું હશે, પણ આ નિષ્ઠુર રૌદ્ર પરિણામ એને મહાપાપ બનાવી દેશે. જાણું જોઈને ધર્મદ્રવ્ય ખાવાની બુદ્ધિ એવી વેશ્યા ઘડે છે. મનને એમ થવું જોઈએ કે “શ્રાવકના અવતારે આવી આજીવિકા કમાઈ પેટ ભરવા કરતાં પાપી પેટ
સિરાવવું સારું, અર્થાત્ ભૂખે મરવું બહેતર! મજુરી કરું, પણ ધમંદ્રવ્યની એક રાતી પાઈ ન ખાઉં. મજુરી પણ ધર્મખાતાનાં નાણાં મળે એવી નહિ, જેમાં એવી પાપિષ્ઠ બુદ્ધિ જાગવા સંભવ રહે કે “વધુ મળે તે સારૂ. “આ જીવન તે આમ પૂરું થઈ જશે, પણ આ પાપથી દુઃખમય ભવમાં ભટકવું પડશે !”—મનને આવી ભાવના જાગ્રત્ જોઈએ, જેથી કયારે ય કયાંય લેશ પણ ધર્મદ્રવ્ય ખાવાનું મન ન થાય.
પેલા લલ્લુભાઈ શ્રાવક ખૂબ શ્રદ્ધાળુ, ખૂબ ચેસ, તે ધર્મદ્રવ્યને અણીશુદ્ધ વહીવટ કરતા. સાથે શ્રાવકજીવનને શોભાવે એવી દેવભક્તિ-ગુરુભક્તિ-વ્રતનિયમ-સામાયિક વગેરે પ્રવૃત્તિને પણ જીવનમાં પ્રધાન સ્થાન આપતા. “પ્રધાન સમજે ને ? સાંસારિક પ્રવૃત્તિમાં આઘું પાછું થાય તો ચાલે, પણ ધર્મપ્રવૃત્તિમાં આઘું પાછું નહિ. એ તે બરાબર સાચવવાની. વર્ષોના આવા ધર્મપ્રધાન જીવનનું પરિણામ એ આવ્યું કે જીવનના છેલ્લા દિવસે સવારે ઊઠીને કુટુંબને કહી દીધું કે “જુઓ આજે હું જવાને છું. મારું આયુષ્ય પૂરું થાય છે. પણ તમે ચિંતા ન કરશે.”
શું? કુટુંબને આ સાંભળીને અવિશ્વાસ ન આવે? કે આઘાત ન થાય ?