________________
પ્રકરણ ૨૦]
[૨૪૫ કૃતજ્ઞતા અદા કરવાનું ગુમાવાશે. માટે વીતરાગની સેવા કરવાનું ન ચૂકું. મનને એમ થાય તેય ઓછું છે કે આ જ હાર પ્રભુના જ ગળે પહેરાવી દઉં.
એમનું દીધેલું એમની શોભામાં જશે તે ખરેખર તે એ પાછું મારા આત્માની જ શોભા વધારશે, ત્યારે મારા ગળામાં ઘાલી રાખી મારી જાતને દેખીતી શોભા વવાની મૂર્ખાઈ કરીશ તે ખરેખર તો મારા આત્મા મેહ અને કર્મથી કદ્દરૂપ થશે.
આપણને આપણું શુદ્ર હૈયાને લીધે લાગે છે કે “હે શું આટલે બધે ૧૦–૧૫ હજારને માલ એકદમ જ દઈ દેવાય?” પરંતુ ખેર ! એટલું નહિ, તે ય રેજના ચાલુ જીવનમાં પ્રભુને આપણું દૂધ-કેશરથી પૂજા તથા વરખ–બદલાની આંગી કરવાનું, ને ફળ-નિવેદ ધરવાનું વગેરે તો કરી શકીએ ને? પ્રભુએ આપણા હિત માટે ફરમાવેલ દાનાદિ-સાધના તો બને ને?
વાત આટલી જ છે, પ્રભુના પ્રતાપે જ મળેલી અને હજી પણ મળનાર વિશિષ્ટ પુણ્યાઈ તરફ નજર રાખી, એ અરિહંત દેવ અને એમની આજ્ઞાની તન-મન-ધનથી સેવા ખૂબ ખૂબ કરીએ. મનથી તે વારંવાર એમના ઉપકાર અને ગુણે યાદ આવી આવી હૈયું ભરાઈ જાય, હૃદય પોકારે, “પ્રભુ તમારે કેટકેટલો આભાર માનું ! તમારાથી જ હું ઊજળું છું, હું પગભર છું, હું અનાથ છું.” આની સાથે એમના શાસનના બધા અંગેની યથાશક્તિ સેવા બજાવવામાં જાગ્રત્ રહેવાનું.”
_ સગાંને આવી શિખામણ દેવાનું કયારે બને? એમની કાયા નહિ પણ એમના આત્મા ઉપર નજર રાખેએ તે જ. એમની