________________
પ્રકરણ ૧૮]
[૨૩૧ માનવ મન અને બુદ્ધિ તથા પુરુષાર્થ-શક્તિ પ્રાપ્ત થઈ છે એ કયાં નખાઈ રહી છે?
(૧) પાપના માર્ગે કે ધર્મના ? - (૨) કાયા, ઇંદ્રિય અને મનને મહલાવવામાં કે આત્માનું કશું ભલું કરવામાં ?
જીવન અને બધી ય પુણ્યસામગ્રી બેઈ નાખશે ત્યારે જ ઊંધાં વેતરતા જપશે ? પણ એ છે ત્યાં સુધી ઊંધાં કર્યો જ જવાના ને ઊંચા સદુપગ નહિ કરવાના, એમ ને? કેટલી સરસ અક્કલ ? કે બેવકૂફી ?
પ્રભાતે ઊઠી શું વિચારવું? સવારે ઊઠયા બરાબર મનમાં એકલા સંસારના કચરા ભૂંસા ઘિાલતાં આવડે છે, પણ અરિહંતાદિ પરમેષ્ઠીનું ચિંતન, સ્વાત્માનો વિચાર, તીર્થવંદના, મહાપુરુષનાં સ્મરણ, અને આજના દિવસે શું શું આત્મહિત સાધીશ એની સંકલના નથી આવડતી !. - સવારે ઊઠયા બાદ માટીના દેહને ચાહ–પાણીમાં અને સંસાર-ઠકરાણીની સેવામાં રગદોળતાં આવડે છે. સામાયિક પ્રતિક્રમણદેવદર્શનાદિમાં જોડતા નથી આવડતું! ઇન્દ્રિયો આંખ-કાન જીભને પાપદર્શન-પાપશ્રવણ–પાપઉચ્ચારણમાં તરબોળ રાખતાં આવડે છે. દેવ-ગુરુ-શાસ્ત્ર-જવદયા વગેરેનાં દર્શન-શ્રવણ-ઉચ્ચારણથી અજવાળતાં નથી આવડતું ! ધન્ય જીવન ? કે અન્ય અભાગિયું જીવન
ત્યારે ધન-માલને કાં તે કેદમાં પુરી રાખતા યા પાપ વેપાર વધારવામાં જોડતાં આવડે છે, અથવા દુષ્ટ ઈન્દ્રિયેના ભેગ-વિલાસ ને અમનચમનિયામાં ઊડાવતાં આવડે છે, પણ સાત ક્ષેત્રમાં જમે કરતાં નથી આવડતું ! - અરે એટલે લાંબે ક્યાં જવું? ટૂંકી વાત જુઓ કે એક કિંમતી વચનગ કયાં કયાં વેડફાઈ રહ્યો છે?—