________________
કરણ ૧૬]
[૨૦૯ જાય છે! ધર્મ ખાતામાં પૈસા ખરચી આવશે, પણ કીતિ–નામના -વાહવાહ તરફ મુખ્ય દષ્ટિ રાખશે! માટે તે કીતિ-વિનાનું ધર્મકાર્ય હોય તો એ કરવામાં અખાડા થાય છે. નહિતર બે પાંચ હજાર રૂપિયા ખરચી સ્વામિવાત્સલ્ય જમાડનારે કોઈ દુખી સાધમિકને પાંચ પચાસ રૂપિયાની પણ શું સહાયતા કે સહાનુભૂતિ ન કરી શકે? ગામમાં મુનિના વંદન અર્થે આવતા બે પાંચ સાધમિકને ન જમાડી શકે? પણ કેમ જાણે શુદ્ધ ધર્મને રસ જ નથી; રસ અર્થ-કામ-કીતિને, તે એના ત્રાજવે ખાય એટલું જ કરવું છે !
ત્યારે સ્વામિવાત્સલ્ય જમનારની પણ કઈ દશા છે? દષ્ટિ શું પફવાન ઉડાવવા તરફ છે? કે ધર્મને રસ પોષવા તરફ? ધર્મરસ નહિ, એટલે તે જમવામાં પંદર માણસ અને એજ નિમિત્તની પૂજા ભણતી હોય એમાં પાંચ માણસ હાજર ! બસ, મિષ્ટાન્ન-પૂરીના જ કીડા? શુદ્ધ ધર્મરસ ન હોય ત્યાં બીજું શું હોય? અર્થને રસ, ઇંદ્રિયસુખેને રસ, સત્તા-સન્માનકીતિને રસ; બુદ્ધિની આ વિટંબણા નથી? આ વિટંબણાથી બચવા અર્થ (પસા) વગેરેને રસ તેડે. એ માટે સુંદર ઉપાય ધર્મરસ છે.
અતિ દુર્લભ માનવ જીવનમાં માટીના રસ શા રાખવા’તા? જીવનનું મૂલ્યાંકન કરે,-ઉચ્ચ ધર્મ રસ કેળવવા માટે બીજું કયું જીવન છે? દેવકનું? દેવતા થઈને મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સીમંધર ભગવાનની સાક્ષાત્ દેશના સાંભળી શકાશે તેથી સારે ધર્મરસ જાગશે, એ ગણતરીમાં છે ? ભૂલા પડતા નહિ, ત્યાંના ૧૪